હિન્દુ ધર્મમાં શિવલિંગ અને તેના પર જળ ચઢાવવાનું વિશેષ મહત્વ છે. શ્રાવણના મહિનમાં તો શિવ ભક્ત ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે પાણી ચઢાવવામાં આવે છે. અનેક મંદિરોમાં શિવલિંગ પર કળશ પણ લાગેલો હોય છે જેમાંથી સતત 24 કલાક જળના ટીપા પડતા રહે છે. ઘણા ઓછા લોકોને તેના પાછળના તર્ક વિશે ખબર હશે. આવો જાણીએ શિવલિંગ પર લાગેલ કળશ અને તેમાથી સતત પડનારા પાણીના ટીપાના રહસ્ય વિશે..

પૌરાણિક કથાઓ મુજબ સમુદ્ર મંથનના સમયે જે હલાહલ વિષ નીકળ્યુ. તેને ભગવાન શિવે પોતાના કંઠમાં સમાવિષ્ટ કરી આ સુષ્ટિની રક્ષા કરી. વિષપાન પછી શિવજી નીલકંઠના નામે ઓળખાવા લાગ્યા. માન્યતા છે કે વિષનો પ્રભાવ ઓછો કરવા માટે જ શિવલિંગ પર જળ ચઢાવવામાં આવે છે. શિવપુરાણ મુજબ ભોલેનાથ પોતે જ જળ છે. તેથી જળથી જ તેમનો અભિષેક કરવાથી ઉત્તમ ફળ મળે છે.

હવે પ્રશ્ન એ છે કે કળશ દ્વારા શિવલિંગ પર સતત જળનો અભિષેક થતો રહે છે. જેનુ એક કારણ એ છે કે તેનાથી વાતાવરણમાં રહેલ નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. જેવી કે સમુદ્ર મંથન દરમિયાન શિવે વિષપાન કર્યુ હતુ. તેનાથી તેમનુ મસ્તક ગરમ થઈ ગયુ.દેવતાઓએ તેમને શાંત કરવા માટે પાણી નાખ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે અહી મસ્તક ગરમ થવાનો અર્થ નકારાત્મક પ્રભાવ અને ભાવને જળ ચઢાવીને શાંત કરવાના છે.

વૈજ્ઞાનિક અભ્યાસનુ માનીએ તો બધા જ્યોતિર્લિંગ પર સૌથી વધુ રેડિએશન જોવા મળે છે. એક શિવલિંગ પર ન્યૂક્લિયર રિએક્ટર્સની જેમ રેડિયો એક્ટિવ એનર્જીથી ભરેલુ હોય છે. એ જ કારણ છે કે આ પ્રલયકારી ઉર્જાને શાંત રાખવા માટે જ શિવલિંગ પર સતત જળ ચઢાવવામાં આવે છે. એવુ પણ કહેવામાં આવે છે કે તાંબાના કળશથી નીકળેલ જળ શિવલિંગ સાથે મળીને ઔષધિના રૂપમાં પણ કારગર હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.