પર્વતો પરના અનેક ગીતો ગુજરાતી અને હિન્દી પીક્ચારોમાં બન્યા છે પર્વતોએ કુદરતી એક સુંદરતાનો ભાગ છે ભારત દેશ નદી, સમુદ્ર, તળાવો, પર્વતો થી બનેલો એક સુંદર દેશ છે અને તેમાની દરેક સુંદરતાને આપના હિન્દી અને ગુજરાતી ફિલ્મી જગતમાં ગીતોના માધ્યમ થી દર્શાવામાં આવી છે. ભારત પાસે હિમાલય પર્વત જેવી પણ અમુલ્ય ભેટ ભારત પાસે છે. ત્યારે પર્વતો પરના હિન્દી અને ગુજરાતી ગીતો ની એક ઝાંખી પર નજર કરીએ
બેતાબ પિકચરનું પર્વતો પરનું આ મશહુર ગીત છે” પર્વતો સે આજ મે ટકરાં ગયા તું ને દી આવાજ” જે ચાહકોને ખુબજ પસંદ પડ્યું હતું. બેતાબ પિક્ચર ૧૯૮૩માં આવેલ હિન્દી પિક્ચર છે જે એક લવ સ્ટોરી પર આધારિત પિક્ચર છે. જેનું “પર્વતો સે આજ મે ટકરાં ગયા તું ને દી આવાજ”ગીત પર્વત ને ઉલ્લેખીને બનાવવામાં આવ્યું છે.
તેવીજ રીતે ગુજરાતીમાં પણ જો તમે સોરઠના હો અને સોરઠની સંસ્કૃતિ અને ડાયરાના શોખીન હો તો, આ રાહડો તમે અચૂક સાંભળેલો હશે! “ ડુંગરે ડુંગરે કા દું તારા ડાયરા:”સૌરાષ્ટ્ર તેમજ સોરઠમાં ઘણાં બારવટિયા થઈ ગયા છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ નેક મકસદ કે ઈરાદા સાથે રાજ્યની સામે જંગે ચડે છે, ત્યારે તેને દેશી ભાષામાં બારવટિયો કહેવાય છે.તેવાજ 19મી સદીના મધ્ય ભાગમાં રિંદ બ્લોચ મકરાણી અલી મહમદની વાયકાઓ સાથેનો આ ડાયરો હજુ પણ લોકોના રૂદિયામાં વસેલું છે.
હિન્દી પીક્ચારોમાં પર્વતો પર આધારિત ગીતોની અનેક વણઝાર છે જેમનું એક ગીત છે.સરગમ પિકચરનું “પર્વત કે ઈસ પાર પર્વત કે ઉસ પાર “ ગીત પણ ખુબજ સુંદર શબ્દોથી સણગારવામાં આવ્યું છે. સરગમ પિક્ચર ૧૯૭૮ માં આવેલ હતું.
ચાંદની મુવી ૧૯૮૯ ની સાલમાં આવેલું ખુબજ લોકપ્રિય પિક્ચર રહેલું છે. જેમાં ૧ ફેમસ ગીત “પર્વત સે કાલી ઘટા ટકરાઈ “ આ ગીત ખુબજ ફેમસ રહ્યું હતું.
તેવીજ રીતે ૧૯૬૪ આવેલ શગુન મુવી માં “પર્વતો કે પેડો પર શામ” જે ગીતના શબ્દો સાંભળતાજ લોકોના હૈયા જુમી ઉઠે છે. “પર્વતો કે પેડો પર શામ” આ ગીત મહોમદ રફી અને સુમન કલ્યાણપુરે પોતાનો સુ મધુર કંઠ આપ્યો છે.
મેહબુબા મુવી જે ૧૯૭૬ હિન્દી પડદે ફેમસ થયું તેમાં પણ એક પર્વત પર આધારિત ગીત “ પર્વત કે પીછે ચમ્બે દા ગાઉં “આ ગીતમાં કિશોર કુમાર અને લતા મંગેશકરે પોતાના સુરીલો કંઠ આપ્યો છે.
હિન્દી પડદા પર આવેલ એક પિક્ચર જે હર કોઈને ખુબજ મનપસંદ હતી “રામ તેરી ગંગા મેલી”પિકચરમાં પણ પર્વત આધારિત “હુસ્ન પહાડો કા” ગીત ખુબજ લોકપ્રિય રહ્યું હતું