ગત વર્ષે વિશ્વભરના ઘણા શેફને કોવિડ-19 ને કારણે ઉજવણીની તક મળી ન હતી, સોશિયલ મીડિયા પર ટુંકા વીડિયો શેર કરીને લોક જાગૃતિ પ્રસરાવી
દર વર્ષે ર0 ઓકટોબરે આંતરરાષ્ટ્રીય શેફ ડેની ઉજવણી કરાય છે. ખોરાક આપણા જીવનને ટકાવી રાખવા અને સારી તંદુરસ્તી બક્ષવા મહત્વનો ભાગ ભજવે છે તેથી તેને બનાવનાર સ્વસ્થ પરિવાર નિર્માણ કરે છે. ભવિષ્ય માટેનો સ્વસ્થ ખોરાક જેવી વૈશ્ર્વિક ઝુંબેશ થકી નવી પેઢીને આ દિવસે જાગૃત કરવામાં આવે છે.
2021ના આ દિવસની ઉજવણીનો થીમ નવી જનરેશન માટે સ્વચ્છ ગ્રહની ખાતરી માટે ટકાઉપણું અને પર્યાવરણ પર પણ ભાર મુકે છે. ખોરાક અને ઉત્પાદનનો વપરાશ પર્યાવરણ પર કેવી રીતે અસર કરે છે તે વિશે બાળકોને શીખવવું સૌ માટે મહત્વપૂર્ણ છે. આજે કોરોના મહામારી બાદ હેલ્થી ફુડનું મહત્વ ખુબ જ વઘ્યું છે.
આંતર રાષ્ટ્રીય શેફ ડે ના દિવસે શેફ પોતાની વિવિધ વ્યંજન નિર્માણની કલાથી ઉત્તમ ખોરાક બનાવવા માટે પોતાની રીતે બહાર જાય છે. આજનો દિવસ તેને શુભેચ્છા સાથે તેની કલાની કદર કરવાનો દિવસ છે.
આજે વિશ્વભરમાં 100 થી વધુ શેફ એસોસિએશન ચાલે છે. જે દર વર્ષે આ ઉજવણીમાં મહત્વનો ભાગ ભજવે છે. રસોઇ બનાવવાની કારકીર્દીને પ્રોત્સાહન આપવા વિવિધ કાર્યક્રમો યોજાય છે. આજના દિવસનો હેતુ તંદુરસ્ત રહેવા માટે પોષણયુકત આહારના મહત્વ પર ભાર મુકે છે.
વર્લ્ડ શેફના ભૂતપૂર્વ પ્રમુખ શેફ બિલે ર004માં આ દિવસ ઉજવવાની શરુઆત કરી હતી. આ વર્ષની થીમ ‘બિલ્ડીંગ ફોરવર્ડ ટુગેધર ’ છે. પૃથ્વી પરના તમામ લોકો પોષ્ટિક ખોરાક લે અને તંદુરસ્ત જીવન શૈલી જીવેને પૃથ્વી પર તંદુરસ્ત રહે તેવો છે.
સારો કુક જાદુગર જેવો હોય છે અને પોષ્ટિક આહારનું સુખ વહેચે છે. રસોઇએ એક કલા છે, આમાં દરેક વ્યકિત હોંશિયાર નથી હોતી પણ વ્યકિત શીનીને તેમાં તેની ક્ષમતા કેળવી શકે છે. આજે આ પરત્વેના ઘણા કુકીંગ કલાસમાં લોકો હોંશ ભેર જોડાય છે. સારી રસોઇ કલા ભગવાનની વિશિષ્ટ દેન છે. આજના દિવસે સર્વો શેફને તેની રાંધણ કુશળતા માટે સફળતા અને સમૃઘ્ધીની શુભેચ્છા. દુનિયાભરના શેફ પોતાની રસોઇથી લોકોને પ્રભાવિત કરતા હોય છે. આજે વિવિધ હોટેલોમાં તેની ટેસ્ટી વ્યંજનનો ગ્રાહકોમાં પ્રિય છે. તેનું કારણ તેના તાલિમ બઘ્ધ શેફ છે.