આઈડીએફ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડાયાબિટીસથી થતા આરોગ્યને વધતા જતા વધતા જતા જોખમો અને તેની સામે સારવાર અર્થે જાગૃકતા લાવવા વિશ્વભરમાં 14નવેમ્બરના દિવસને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવામાં આવે આવે છે. આ ખાસ દિવસ નિમિતે ગુજરાત સહીત દેશભરમાં વિભિન્ન કાર્યક્રમો થકી લોકોમાં જાગૃકતા લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ રંગીલા રાજકોટમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે ફેમિલી ફિઝિશિયન એસોસિયેશન-રાજકોટ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સૌરાષ્ટ્રની પ્રખ્યાત મલ્ટી-સુપર સ્પેશિયાલિટી એવી સેલસ હોસ્પિટલના ડાયાબીટોલોજીસ્ટ ડો. વી.બી કાસુન્દ્રા, FPA ના ડો. રશ્મિ ઉપાધ્યાય અને ડૉ. પ્રદીપ કરકરે સહિતના તબીબોએ સેવા આપી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
શું છે ડાયાબિટીસ ? શા માટે ઊભી થાય છે આ બીમારી ?
ડાયાબિટીસ કે જેને આપણે મધુપ્રમેહની બીમારી તરીકે ઓળખીએ પણ છીએ. સામાન્યપણે ડાયાબિટીસનું આખું નામ છે ‘ડાયાબિટીસ મેલાઈટસ’. પણ હાલ સરળતા ખાતર માત્ર ડાયાબિટીસ જ કહીએ છીએ. આપણે જે ખોરાક આરોગીએ છીએ, તેમાંથી પાચનક્રિયા દરમિયાન સ્ટાર્ચ, સર્કરા એટ્લે કે ગ્લુકોઝ વગેરે જેવા તત્વો છૂટા પડે છે. આપણાં સ્વાદુપિંડમાં એક મહત્વનુ એવું પ્રવાહી ઈન્સલ્યુલિન ઉત્તપન્ન થાય છે. અને આ ઇન્સલ્યુલિનનું મુખ્ય કામ ગ્લુકોઝના અણુઓ લોહીમાંથી દર્દીના કોષોની અંદર પહોંચાડવાનુ છે. જ્યારે આ ઇન્સલ્યુલિનની અછત વર્તાય ત્યારે ડાયાબિટીસણો રોગ ઊભો થાય છે. તેની ખામીના લીધે ગ્લુકોઝના અણુઓ લોહીમાંથી દર્દીના કોષોની અંદર પહોંચી નથી શકતાં. પરિણામે, શરીરમાં પુષ્કળ પ્રમાણમાં ગ્લુકોઝ હોવાં છતાં એનો ઉપયોગ શરીરના કોષો કરી નથી શકતા. આમ, ઈન્સ્યુલીન ઉત્તપન્ન ન થતાં ડાયાબિટીસણો ભોગ બનાય છે.