પુષ્ય નક્ષત્ર એકાદશની સાથે જ દીપાવલી પર્વનો રંગારંગ આરંભ થઇ ચુક્યો છે. તો હાલ બજારમાં પણ દિવાળી પર્વની રોનક બરાબર દેખાઇ રહી છે. આજે ધનતેરસ ઉતરા ફાલ્ગુની નક્ષત્ર અને પ્રદોષયુક્ત સંક્રાતિના ઉત્તમ યોગ સાથે ધનતેરસની પુજા નિમિતે ચોપડા નોંધાવવા, ચાંદીની મુદ્રાઓ લાવવી, યંત્ર-શ્રીયંત્રની પ્રતિષ્ઠા, લક્ષ્મીપુજન, ધનપુજન અને ધન્વંતરી પુજન માટે વહેલી સવારથી લઇને મોડી રાત સુધીના મુહુર્તો શુભ છે.
ધનતેરસ ધન્વંતરી આયુર્વેદના દેવતાના જન્મદિવસના રુપમાં પુજાય છે. ધનતેરસના દિવસથી શ્રી મહાલક્ષ્મી માતાજીનું પુજન કરવામાં આવે છે, સરસિયાના તેલને શરીર પર લગાડીને સ્નાન કરવાનો અનોખો મહિમા છે. પૂરા વિશ્ર્વમાં સ્વસ્થ શરીરને જ ધન માનવામાં આવે છે. આ પ્રયોગ કરવાથી માણસ અકાણે મૃત્યુથી બચી શકે છે. આ દિવસને આયુર્વેદ ચિકિત્સાના પ્રણેતાને પગલે ધન્વંતરી જયંતિ પણ કહેવામાં આવે છે, ધનતેરસે ગરોડીના દર્શન પણ લાભદાયી છે. આ ઉપરાંત ધનપુજન-લક્ષ્મી પુજાનો દોર પણ જામશે.