ગુજરાતી સાહિત્યના શિરમૌર સાહિત્યકાર ચંદ્રકાન્ત બક્ષીની આજે ર0 ઓગષ્ટે 90મી જન્મજયંતિ છે. એક સાહિત્યકાર, પત્રકાર, કોલમીસ્ટ નવલકથાકાર, વાર્તાકાર તથા ગુજરાતી સાહિત્યમાં એક યુગ સર્જક બક્ષી આજે પણ અજેય છે. આજે આપણી જાણીશું કેટલાક બક્ષી પ્રેમીઓની વાતોરાજકોટના એક સમયમના મહાનગરપાલીકાના કર્મચારી તથા હાલ ફાયનાન્સ તથા સીકયુરીટી એજનસી ચલાવતા જયેન્દ્રસિંહ રાણા પાસે ચંદ્રકાન્ત બક્ષીના તમામ પુસ્તકો છે.
તથા સમયાંતરે દરેક પુસ્તકોનું વાંચન કરતા રહે છે એક સારા વાતક-સંગ્રાહક છે.સૌરાષ્ટ્ર યુનિ. ના રાજકોટના અઘ્યાપક બીપીનભાઇ આશર તથા ઉપલેટાની એક કોલેજના અઘ્યાયીકા ઉષાબેન લાડાણી ચંદ્રકાન્ત બક્ષીના સાહિત્ય ઉપર પી.એચ.ડી. થયેલા છે.રાજકોટમાં વસતા અશોકભાઇ અગ્રાવત બન્ને આંખે દ્રષ્ટિહીન હોવા છતાં ચંદ્રકાન્ત બક્ષીના વિવિધ પુસ્તકોને બ્રેઇલ લીપીમાં તૈયાર કરે છે જેથી તેમના જેવા અન્યોને બક્ષી સાહિત્યનો લાભ મળી શકે.
સુરતમાં વસતા મૌલિકા દેરાસરી જેઓ સુરત સીવીલ હોસ્પિટલમાં લેબોરેટરી ટેકનીશ્યન તરીકે ફરજ બજાવતા બજાવતા બક્ષીના તમામ પૂસ્તકોનો અભ્યાસ કરી પ000 થી પણ વધારે નવા નવા શબ્દોનું સંશોધન કરેલ છે. દા.ત. ભયંકર પ્રેસ, દિલફાડીને ચાહવું, આવા વિવિધ શબ્દો ઉપયરનું તેમનું પુસ્તક ચંદ્રકાન્ત બક્ષીના શબ્દોના રોમાન્સ નામે ટુંક સમયમાં પ્રકાશિત થશે.રાજકોટમાં એ.જી. ઓફીસના ઓડીટર પિયુષ દવે, અમદાવાદમાં વસતા ટ્રેકનોકેટ હીતેન ભટ્ટ, અને પાટણના શિક્ષક જીગ્નેશભાઇ દેસાઇએ પોતાની દિકરીઓના નામ બક્ષીના દિકરી રીવાબેનના નામ ઉપરથી રાખેલ છે.
અમદાવાદના પત્રકાર મિત્ર કેયુર જાની તથા મોડરેટર તરીકે જીગીશાબેન અને શાલીનીબેન મળી ફેસબુક ઉપર ચંદ્રકાન્ત બક્ષી ફેન કલબ ચલાવે છે. જેના 60,000 ઉપર મોખર્સ છે. બનાસકાંઠાના સાવ છેવાડાના ગામ ધાનેરા ખાતે કરીયાણાની દુકાન ચલાવતા વિજયભાઇ આચાર્ય મિત્ર ગીરીશભાઇ ઠકકરની સાથમાં વોટસએપ ગ્રુપ ચંદ્રકાન્ત બક્ષીના નામનું ચલાવે છે. જેના હાલ 251 મેમ્બર્સ છે. ભાવનગરના અઘ્યાપક ડો. વિશાલ પંડયા, તથા એડવોકેટ જસ્મીન ભટ્ટ દર શનિવારે સાંજન 7.30 કલાકે કહાનિયા નામની યુ ટયુબ ચેલન દ્વારા માત્ર ચંદ્રકાન્ત બક્ષીના પુસ્તકોમાંથી જાણીતા મહાનુભાવો લેખનું પઠન કરે છે.
તાજેતરમાં 1પ ઓગષ્ટે ના મુખ્યમંત્રીએ પણ એક લેખનું પઠન કરેલું.રાજકોટની સ્કુલમાં અંગ્રેજી ભણાવનાર હીતેશ જાજલના વોલેટમાં વર્ષોથી બક્ષીના બે ફોટા હોય છે.રાજકોટના પત્રકાર જવલંત છાયા , ચંદ્રકાન્ત બક્ષીનો ફોટો તેમના કાર્ય સ્થળના ટેબલ ઉપર રાખતા પાલનપુરના હીદાયતભાઇ પરમાર બક્ષીના માદરે વતનમાં તેમની સ્મૃતિ કાયમ જળવાઇ રહે તેવા પ્રયાસો કરી રહેલ છે. આમ, એક સમર્થ સાહિત્યકાર પ્રેમ લાગણી અને કૃતજ્ઞતા દર્શાવનાર સૌ યાર બાદશાહોને સલામ સાથે બક્ષી સાહેબને તેમના 90માં જન્મદિવીસે વંદન સહ અભિનંદન