આજે જેફ બેઝોસના એમેઝોનમાં 27 વર્ષ પુરા થાય છે ત્યારે જેફ બેઝોસ એ જણાવ્યું હતું કે “5 જુલાઈ મારા માટે એક અતિ અગત્યનો દિવસ ગણી શકાય 5 જુલાઈ 1994ના દિવસે મેં એમઝોનની શરૂઆત કરી હતી.” જેફ બેઝોસ એમેઝોનમાં બોર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન બની રહેશે. પછી આ પદ એન્ડી જેસી સંભાળશે. જેફ બેઝોસ એ શરૂઆતમાં ઇન્ટરનેટ પર માત્ર પુસ્તકો વેચીને શરૂઆત કરી હતી. ધીમે ધીમે સમય જતા અમેઝોન ઓનલાઇન શોપિંગ જોઇન્ટમાં ફેરવાઈ ગયું. 3 લાખ ડોલરથી શરૂઆત કરીને 15 લાખ કરોડની સંપત્તિના માલિક બનેલા જેફ બેઝોસ ને કંપની 1.46 કરોડ આપશે. જયારે CEO હતા, ત્યારે તેમનો પગાર 12 કરોડ હતો.

હાલમાં જ જેફ બેઝોસ એ તલાક લીધો ત્યારે તેમની પત્ની તલાક બાદ વિશ્વી ચોથી સૌથી ધનિક મહિલા બની ગઈ હતી. બિલ ગેટ્સની જેમ જેફ જેફ બેઝોસએ પણ 5 જુલાઈએ 1994ના રોજ તેમણે પોતાના પિતાના ગેરેજથી અમેઝોનની શરૂઆત કરી હતી. તેમાં તેના પેરન્ટ્સે 3 લાખ ડોલરનું રોકાણ કર્યું હતું. અમેઝોનની વેબસાઈટની બીટા ટેસ્ટિંગ માટે તેમણે 300 દોસ્તોની મદદ લીધી હતી. દક્ષિણ અમેરિકાની નદીના નામ પર 16 જુલાઇ 1995માં અમેઝોન ડોટ કોમ ખોલ્યું.

1 VRA0QTRGTPDmQM0g2jQ1zw

જેફ બેઝોસ એ હાઈસ્કૂલના સમયથી પોતાના એક અલગ વ્યવસાય કરવાની ઈચ્છા હતી તેમને ત્યારથીજ સમર કેમ્પ દારા 6 મિત્રો પાસેથી 600 ડોલર મેળવીને ધ ડ્રીમ ઇન્સ્ટિટ્યૂટ નામના એક બિઝનેસ કર્યો હતો.

જેફ 20 જુલાઈ એ પોતાના ભાઈ સાથે અવકાશ તરફ પ્રયાણ કરવાના છે. બ્લુ ઓરિજિન દ્વારા બહાર પડેલ એક એહવાલ અનુસાર પૃથ્વીની સપાટીથી 100 કિમિ દૂર જવાની ક્ષમતા સાથે બ્લુ ઓરિજીન, જે  પોતાની સ્પેસ કંપની છે. જેફબેઝોસ પોતાની કંપનીના બ્લૂ ઓરિજિનના એરક્રાફ્ટમાં અંતરિક્ષ યાત્રા કરશે. તેમની કંપનીનું સ્પેસક્રાફ્ટ ન્યૂ શેપર્ડ સ્પેસ ટુરિઝમ રોકેટ છે. 14 વખત સફળ પરીક્ષણ થઈ ગયું છે. આ સંજોગોમાં બેઝોસે આ સ્પેસક્રાફ્ટને NS-14 નામ આપ્યું છે. કંપનીએ ટેસ્ટિંગ સમયે બૂસ્ટર તથા અપગ્રેડેડ કેપ્સૂલનું પણ પરીક્ષણ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.