આપણે ઘણા સમયથી રેડીયો શબ્દ થી પરિચિત છીએ. આપણા દાદા અને દાદીના સમય વખત થી રેડિયો લોકોમાં ખુબ જ પ્રચલિત છે. તેમાં જુના ગીતોની મેહફીલ સાથે અન્ય ઘણા બધા કારણોને કારણેઆજ સુધી રેડિયો લોકો ના હૃદયમાં સ્થાન મેળવેલ છે. આજે રેડિયો વિષય પર ચર્ચા એટલા માટે થઇ રહી છે કારણકે આજે વિશ્વ રેડિયો દિવસ છે. ૧૩ ફેબ્રુઆરીના દિવસે ખાસ સમગ્ર વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરે છે.
પ્રાચીન સમય માં રેડીઓ સંચાર માધ્યમ માટે સૌથી મોટું સાધન હતું. કારણકે એ સમયએ રેડિયો જેટલું અન્ય કોઈ સાધનોનું ચલન ન હતું. તે સમયે આપત્કાલીન સમય પણ લોકો સૌથી વધારે રેડિયોનો ઉપયોગ કરતા. સાથો સાથ મનોરંજનનું માટે તો ઉપયોગી હતું જ ઘણા લોકો માટે રેડિયો માટે અલગજ પ્રેમ હતો.
વિશ્વ રેડીયો દિવસ માટે સૌ પ્રથમ સ્પેન રેડિયો એકેડમી એ પ્રસ્તાવ રાખ્યો હતો. ૨૦૧૧ માં યુનેસ્કોના સદસ્ય એ આ પ્રસ્તાવ સ્વીકાર કર્યો. અને ૨૦૧૨ માં આ પ્રસ્તાવ અમલ માં આવ્યો ત્યાર બાદ સર વર્ષે આ દિવસને રેડિયો દિવસ ઉજવામાં આવે છે
સાથેજ આજ નો એ દિવસ છે જેમાં ૧૩ ફેબ્રુઆરી ૧૯૪૬ અમેરિકા માં પહેલી વાર ટ્રાન્સમીશન દ્વારા સંદેશો મોકલવામાં આવ્યો હતો માટે તેની વર્ષગાંઠ નિમિતે પણ આ દિવસ ઉજવામાં આવે છે. આમ આજના દિવસ ની તમામને ખુબ ખુબ શુભકામનાઓ…..