લેસ્બિયન, ગે, બાયોસેકસ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને કિવયર ને પડતી મુશ્કેલી- મનોવ્યથા સાથે તેના અધિકારોના રક્ષણ માટે વૈશ્ર્વિક સ્તરે સક્રિય કાર્યની જરૂર
દર વર્ષે એપ્રીલના બીજા શુક્રવારે 1996 થી આ રાષ્ટ્રીય મૌન દિવસ ઉજવાય છે. જે L G B T Q સમુદાયને પડતી મુશ્કેલી બાબતે સમાજમાં જાગૃતિ લાવવાનો હેતું છે. પવર્તમાન સમયમાં વિશ્ર્વમાં ઘણા દેશોએ આ બાબતે ઘણા કાયદાઓ રચીને તેના અધિકારીનું જતન કરવાના વિવિધ પ્રયાસો કર્યા છે. અમુક દેશોએ તો સજાતીય લગ્નોને મંજુરી પણ આપી છે. આ મૌન દિવસનું આયોજન G L S E N નામની વૈશ્ર્વિક સંસ્ણાનું આયોજન કરે છે.
1996માં વર્જિનિયાની યુનિવર્સિટી ખાતે પ્રથમવાર આયોજન કરવામાં આવેલ હતું. 1997 થી આ દિવસ વૈશ્ર્વિક સ્તરે ઉજવવા લાગ્યો હતો. ઘણા દેશોમાં આ પરત્વેના આયોજનને સમાજ સ્વીકારતો ન હોય તેનો વિરોધ પણ જોવા મળ્યો હતો. આ સમુદાયના યુવાનો દિવસ દરમ્યાન જે અનુભવ કરે છે. તેના પર પ્રકાશ પાડવાનો આજે દિવસ છે. આજે L G B T Q સમુદાય આંખો દિવસ મૌન રહીને તેની મુશ્કેલી અને અધિકારો બાબતે સમાજનું ઘ્યાન કેન્દ્રીત કરે છે.
L G B T Q ના વિઘાર્થીઓને શાળા-કોલેજમાં પડતી મુશ્કેલી, ગુંડાગીરી અને ઉત્પીડનનો વિરોધ કરીને આ સમુદાય પોતાના હકકો માટે આગળ આવી રહ્યા છે. અને ટોચના ન્યાયાલય સુધી પણ પહોંચી રહ્યા છે. 2001 થી આવા લોકોનું જ સંગઠન આ દિવસોનું નેતૃત્વ કરી રહ્યા છ. મૌન દિવસએ તિરસ્કાર, જુલમ અને પૂર્વ ગ્રહ તરફ ઘ્યાન કેન્દ્રીત કરે છે.
આજના સમાજના કાયદાઓ વલણો દરેક માટે સરખા હોય જોઇએ ભલે પછી તેઓ લૈગિક કે લિંગ લક્ષી હોય આ પ્રણાલી સદીઓ અને દાયકાઓથી સમાજમાં પ્રચલિત છે પણ આજના યુગમાં સમાજનો સધિયારો તેને મળતો ન હોવાથી તે સતત તાણ અનુભવે છે. તાજેતરમાં આ સમુદાય માટે મનોચિકિત્સકો આગળ આવીને તેની માનસિક સ્થિતિ બાબતે સેવા આપવા તૈયાર થયા હતા.