રાષ્ટ્રનિર્માણ સહિત અનેકવિધ પ્રવૃતિમાં ચાર્ટડ એકાઉન્ટન્ટનું મહત્વ અનેરૂ
રાજકોટ આઇસીએઆઇ સંસ્થા ખાતે ઘ્વજારોહણનો કાર્યક્રમ મેનેજીંગ કમીટીનાં સભ્યો હસ્તે યોજાયો
રાજકોટ આજથી એક અઠવાડીયા સુધી ડિજિટલ માઘ્યમથી અનેક કાર્યક્રમો યોજાશે
દેશમાં અનેકવિધ સેવાઓ અનેકવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવતી હોઇ છે. જેની મહત્વતા પણ ખુબ જ વધુ છે. આજે અર્થતંત્ર માટે પાયાના પથ્થર સમાન ચાર્ટડ એકાઉન્ટન્ટ માટે ઉજવણીનો દિવસ છે. આ દિવસે આઇસીએઆઇ દ્વારા ભારતભરમાં ઉજવણી કરવામાં આવતી હોઇ છે. આઇસીએઆઇ વિશ્ર્વની એકાઉન્ટ ક્ષેત્રની બીજી મોટી સંસ્થા છે. ૧૯૫૯ માં સાંસદમાં ખરડો પસાર થયો હતો. જેમાં ૧લી જુલાઇના રોજ સી.એ. દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આજના દિવસે ચાર્ટર્ડ એકાઉન્ટોને પ્રોત્સાહીત પણ કરવામાં આવે છે ભારત વર્ષમાં આઇસીએઆઇ એક માત્ર સ્વાયત સંસ્થા છે જે નાણાંકીય ઓડિટ કરતી હોઇ છે, જેની ભલામણ ભારતભરમાં અપનાવવામાં આવે છે.
ચાર્ટડ એકાઉન્ટની મહત્વતા વિશે જો વાત કરવામાં આવે તો સી.એ. કરને લઇ કરદાતાઓને જરુરી માર્ગદર્શન પુરુ પાડે છે. બીજી તરફ રાષ્ટ્ર નિર્માણ, કરપ્સન, માલફન્કસનીંગ, ફોડ અથવા છેતરપીંડીનો પર્દાફાશ કરવા માજ્ઞે સી.એ. મહત્વની ભુમીકા ભજવે છે. દરેક ઉઘોગમાં સી.એ. ની જરુરીયાત વિશેષ રૂપથી રહેતી હોઇ છે, કારણ કે તે નાણાકીય સંકટ અને યોગ્ય દિશા સુચન માટે ખુબ જ જરુરી પરીબળ સાબીત થાય છે.
વિશ્ર્વભરમાં સી.એ. અભ્યાસને પણ ખુબ જ અધરો માનવામાં આવે છે, ત્યારે વિશ્ર્વભરમાં આ દિવસ ચાર્ટડ એકાઉન્ટન્સી ઇન્સ્ટીટયુટ દ્વારા હર્ષો ઉલ્લાસથી મનાવવામાં આવે છે.
રાજકોટ આઇસીએઆઇના ચેરમેન વિનયભાઇ સાકરીયાએ જણાવતા કહ્યું હતું કે આજનો દિવસ સી.એ. માટે માન ભર્યો દિવસ છે. આજના દિવસે લોકો માટે જાગૃતા, મહીલા સી.એ.ના ઉથાન માટેની કામગીરી સહિત વિવિધ કાર્યકૅમો ડીજીટલી યોજાશે.
વૈશ્ર્વિક મહામારીનાં કારણે આજથી એક સપ્તાહ રંગોલી સ્પર્ધા, ડાન્સીંગ સ્પર્ધા, મહીલા સી.એ.ની મહત્વના સમજાવા અનેક વિધ કાર્યક્રમોનું આયોજન ડીજીટલી કરવામાં આવ્યું છે. સી.એ. પર લોકોનો ભરોસો ખુબ વધુ જોવા મળે છે વડાપ્રધાન મોદી પણ સી.એ.ની મહત્વતાને સમજી ચાર્ટડ એકાઉન્ટન્ટોને આવકારે છે.