આજે ભારત VS ન્યુઝિલેન્ડ વચ્ચે ફરી જંગ, સીરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડે મેચ કાનપુરમાં ગ્રીન પાર્ક મેદાનમાં રમાવાની છે.
ભારત VS ન્યુઝિલેન્ડ ટીમોએ સીરીજમાં 1-1 મેચ જીતી લીધી છે. તેથી આ છેલ્લી મેચ નિર્ણાયક બની રહેશે. પૂના વન ડેમાં ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી માત આપીને શાનદાર વાપસી કરનાર ભારતીય ટીમ જ્યારે
રવિવારે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં આવશે ત્યારે તેની નજર એક બીજી વનડે સીરિઝ જીતીને પોતાના રેકોર્ડ પૂરા કરવાની છે. મુંબઇમાં ન્યૂઝીલેન્ડથી મળેલી હાર અને સીરિઝમાં 0-1થી પાછળ રહ્યા પછી ભારતીય ટીમે પૂનામાં જીત મેળવીને સીરિઝ 1-1થી બરાબર કરી લીધી હતી.
જો ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડની વિરુદ્ઘ વનડે સીરિઝ જીતી લે છે, તો તે પોતાનો જ સતત 6 બાઇલૈટરલ વનડે સીરિઝ જીતવાનો રેકોર્ડ પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવશે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ વનડે સીરિઝ જીતની ભારતીય ટીમ સતત 7 બાઇલેટરલ વનડે સીરિઝ જીતવાનો રેકોર્ડ બનાવશે. આ પહેલા ભારતે વર્ષ 2007-2009માં સતત 6 બાઇલેટરલ વનડે સીરિઝ જીતી હતી.