દિલ્હી વિધાનસભામાં આજે વિશેષ સત્ર: શાસકપક્ષ આપને ભરી પીવા વિરોધી પક્ષ ભાજપ તૈયાર
આજે દિલ્હી વિધાનસભામાં આપ અને બીજેપી વચ્ચે બળાબળના પારખા છે. આપને ભરી પીવા ભાજપ તૈયાર છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે દેશની રાજધાની નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ની સરકાર છે. આજે બુધવારે દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રમાં શાસક પક્ષ અને મુખ્ય વિરોધી પક્ષ વચ્ચે બળાબળના પારખા થવાના છે.
આજે દિલ્હી વિધાનસભાના એક દિવસીય વિશેષ સત્રમાં મેટ્રોના ભાડામાં બેફામ વધારો તેમજ ગેસ્ટ ટીચર્સ બિલ પર શાસક પક્ષ આમ આદમી પાર્ટી અને વિરોધ પક્ષ ભાજપ વચ્ચે તડાફડી થવાના એંધાણ છે. રાજધાની નવી દિલ્હીમાં વર્તમાન સમયમાં મેટ્રો રેલ એજ એક મહત્વનું અને પ્રથમ દરજજાનું ટ્રાન્સપોર્ટેશન છે. દરરોજ હજારો લોકો મેટ્રો રેલ થકી આવાગમન કરે છે. આ સાથે તેમાં ભાડા વધારાનો નિર્ણય આગામી તારીખ ૧૦ ઓકટોબરથી લાગુ કરવામાં આવી રહ્યો છે ત્યારે ઠેર-ઠેર આમ આદમી પાર્ટી સરકાર સામે વિરોધનો વંટોળ ઉભો થઈ રહ્યો છે. આનો બીજેપી દ્વારા કડો વિરોધ થઈ રહ્યો છે. તારીખ ૧૦મી ઓકટોબર ૨૦૧૭ સાવ નજીક જ છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે આજે નવી દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રમાં શાસક અને વિરોધ પક્ષ વચ્ચે કેવાક બળાબળના પારખા કરવામાં આવશે.