કલાકાર ગોપાલ વાળાના કંઠે ભજનોની ભભક….
‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક દર્શકોનો અતિપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’ માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓને મંત્ર મુગ્ધ કરે છે. આપણા લોક સંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલા છેવાળાના લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પુરુ પાડવા ‘અબતક’ ચેનલનો હમેશા પ્રયાસ રહ્યો છે.
‘ચાલ ને જીવી લઇએ’ શ્રેણીમાં આજે પ્રસ્તુત થનાર કલાકાર ગોપાલ વાળા કે જેને લોક સંગીતની કલાનો વારસો તેના પિતા સુરેશભાઇ વાળા પાસેથી મળ્યો છે. તેઓ ખુબ જ સારા ભજનીક હોય નાનપણથી જ ભજન ગાવાનો શોખ ધરાવતા ગોપાલ વાળાએ પિતાના ચીલે ચાલી પોતાની સંગીત યાત્રા શરૂ કરી
ગુજરાત સરકાર દ્વારા યોજાતા ‘કલા મહાકુંભ’ સ્પર્ધામાં રાજયકક્ષાએ પ્રથમ સ્થાન મેળવી ગોપાલવાળાએ ભાવેણાને ગૌરવ અપાવ્યું છે.
તેઓએ નાની ઉમરમાં સૌરાષ્ટ્રના અનેક સંતોની ઉ૫સ્થિતિમાં પોતાની કલા રજુ કરી આશિર્વાદ મેળવ્યા છે. છેલ્લા ચાર વર્ષથી નવરાત્રી ઉત્સવમાં પણ પોતાની કલા દ્વારા શ્રોતાજનોને ભાવવિભોર કરતા રહ્યા છે. તો આવો આજે માણસું ગોપાલ વાળાના ભજનોની મોજ ચૂકાય નહી ‘ચાલને જીવી લઇએ’
કલાકારો :
- કલાકાર:- ગોપાલ વાળા
- ડીરેકટર એન્કર:- પ્રિત ગોસ્વામી
- તબલા:- મહેશ ત્રિવેદી
- પેડ:- કેયુર બુઘ્ધદેવ
- કી બોર્ડ:- પ્રશાંત સરપદડિયા
આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ
- હંસલા હાલોને હવે….
- દયાકરી મને પ્રેમે પાયો….
- સાંઇ મુંજા મેરૂ રે કરો તો….
- ગુરૂ મારા આંગણીએ પધારેલા…
- રાધા મેં પુકારૂ…..
- પુછો તો ખરા, ઘાયલને….
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦