થશે કાલ કરીશું કઈક
જીવનમાં તો જ બનીશું કાલે કઈક
મનુષ્ય વેડફી નાખે આજને,
વિચારીને કરીશું જરૂર કઈક
જીવન માત્ર કાલ પર નથી
આજે છે તે કાલે નથી
કાલ થશે જે, તે આજે મળશે નહીં
મળ્યું આજે જે, કાલે આવશે નહીં
વિચારોમાં બધુ કાલે ફરશે
પુસ્તકમાં જેમ પન્ના ફરશે
તો આજનું શું થશે કઈ ?
આજ એજ છે કઈક
માણો , બનવો જીવનને કઈક આજે
કાલ જરૂર લાવશે નવી ઉમંગો કઈક.
સંબંધો છે આજે, વિચારો છે આજે
લાગણી છે આજે , માનવતા છે આજે
કાલ થસે , જીવન પલટશે
સંબંધો બદલાશે , માનવતા પલટશે
આજમાં રહેલ છે કાલ કરતાં કઈક
બનાવો અને માળો આજમા કઈક.
કવિ : દેવ એસ મહેતા