હાર્દિક પટેલની સોમનાથ સંકલ્પ યાત્રા અન્વયે આજે હળવદથી મોરબી જિલ્લાનો પ્રવાસ શરૂ કરશે
પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને પાસના ક્ધવીનર હાર્દિક પટેલ આજે મોરબી જિલ્લાથી પોતાની સોમનાથ સંકલ્પયાત્રાનો પ્રારંભ કરનાર છે ત્યારે પાસના ગઢ ગણાતા મોરબી જિલ્લાના પાટીદાર યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ,આજે હાર્દિક પટેલ હળવદથી શક્તિ પ્રદર્શનનો પ્રારંભ કરશે.
મોરબી જીલ્લામા પાસ ક્ધવીનર હાર્દીક પટેલના આગમન અંગે મોરબી પાસના મનોજ પનારાના જણાવ્યા મુજબ આજરોજ ગુજરાત પાસ ક્ધવીનર હાર્દીક પટેલ મોરબી જીલ્લા ના ગામોમા રોડ શો કરશે જેમા જેમાં ગામે ગામ હાર્દીક પટેલની સ્વાગત સન્માન કરવામાં આવશે. મોરબી જીલ્લામાં હળવદ થી પ્રવાસ ની શરૂઆત કરશે જેમા હળવદ ની સરા ચોકઙી ખાતે બપોર બાદ ૪:૦૦ વાગ્યે પહોચશે ત્યાથી ૪:૧૫ વાગ્યે દેવળીયા,૪:૩૦ વાગ્યે અણીયારી ચોકઙી એ સ્વાગત સમારોહ યોજાશે ત્યાથી માળીયા ચોકઙી ૪:૪૫ એ પહોચશે ,૫:૦૦ વાગ્યે ભરૌનગર ગામ જ્યા તેનુ ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામા આવશે
બાદમાં હાર્દિક પટેલ લગભગ સાંજે ૫:૧૫ વગ્યા ની આસપાસ મોરબી શહેર મા સામાકંઠા તરફ થી પ્રસ્થાન કરી હાઉસીંગ બોર્ઙે આવેલ મહારાણા પ્રતાપ ની પ્રતિમા ના હારતોરા કરશે ત્યાથી ગાંધીચોક બાબાસાહેબ આંબેઙકર ની પ્રતિમા ના હારતોરા કરશે ત્યાબાદ શનાળા રોઙ પર થઈ અને નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને હારતોરા કરી ટંકારા તરફ પ્રસ્થાન કરશે જ્યા ટંકારા પાસ દ્વારા સ્વાગત સમારોહમા હાજરી આપી અને પાસ ક્ધવીનર હાર્દીક પટેલ સહીત નો કાફલો નેકનામ ગામ ખાતે રાત્રી રોકાણ કરશે.
દરમિયાન રાત્રીના નેકનામ ગામમા ગ્રામસભા યોજશે જેમા મોરબી જિલ્લા ભરમાંથીમોટી સંખ્યા મા પાટીદારો ઉમટી પડશે જો કે કોઈ અનિચ્છીયબનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ની માહિતી જાણવાનો પ્રયાસ કરતા મોરબી જીલ્લા પોલીસ કંટ્રોલ ને પોલીસ બંદોબસ્ત અંગે કંટ્રોલ ઈન્ચાર્જ દ્વારા હાર્દીક પટેલ મોરબી મા આવવા ની કે પોલીસ બંદોબસ્ત ની કોઈપણ માહીતી ન હોવાનુ રટણ કર્યુ હતુ .
આથી હાર્દિક પટેલના પ્રવાસ માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે કે કેમ તે જાણવા મળ્યુ ન હતુ.