ગુરૂવાર અને પુષ્ય નક્ષત્રમાં આધ્યાત્મિક કાર્ય અથવા નવા કામની શરૂઆત કરી અતિલાભદાયી
હ્રીમ ચિંતના શ્રીજી
[email protected]
આજે ગુરુપુષ્યામૃતનો અદ્ભુત યોગ છે. જે ખૂબ ભાગ્યે જ બને છે જ્યારે પુષ્ય નક્ષત્ર ગુરુવારે હોય, તો ગુરુ પુષ્ય યોગ રચાય છે. જ્યારે પુષ્ય નક્ષત્ર ગુરુવારે થાય છે, ત્યારે અમૃત યોગ પણ રચાય છે જે અદ્ભુત અને ખૂબ જ શુભ પરિણામ આપે છે.
ગુરુવાર અને પુષ્ય નક્ષત્રમાં શુભ અને આધ્યાત્મિક કાર્ય કરવું ખૂબ જ શુભ ગણાય છે. તમામ પ્રકારના શુભ કાર્યો અને અધ્યાત્મ સાથે સંબંધિત કાર્યો માટે આ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. “ગુરુપુષ્યમૃત યોગ” સાધક માટે અત્યંત લાભદાયક ગણાય છે.
આ દિવસે, વિદ્વાનો મા મહાલક્ષ્મીની સાધના કરવાની સલાહ આપે છે. મા મહાલક્ષ્મીના આહ્વાનથી, તેમની કૃપાથી સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરી શકાય છે. ગુરુપુષ્યામૃત યોગ માટે એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ તેના કોઈપણ કાર્યના ઉદ્દેશોમાં સિદ્ધિ ઈચ્છે છે. ત્યારે ચાલો જાણીએ આ દિવસની ગુરુપુષ્યામૃત યોગની કઈ રાશિના જાતકો પર કેવી અસર થાય છે ? આ સંયોગનો લાભ લેવા રાશિ પ્રમાણે શું શું કરવું જોઈએ..?
મેષ:
રાશિના લોકોને આ સમય દાંપત્ય સુખ અપાવી શકે છે. એક આખા હળદરના ગાંગડાના સાત ટુકડા કરી આખી રાત પાણીમાં પલળવા દો. સવારે 10 તારીખે આ જળને ગાળીને નહાવાના પાણીમાં મેળવી દો. બાકીની હળદરને કોઈ ડબ્બામાં ભરીને રાખી મૂકો.
વૃષભઃ
ગુરૂ પુષ્ય યોગ આ રાશિના જાતકો માટે ગુપ્ત શત્રુ ખતમ કરવાનો મોકો લઈને આવ્યો છે. પીપળાની નાની લાકડી પર પીળો દોરો બાંધી 9 નવેમ્બરના બપોરે 1-39 પછી કોઈપણ સમયે પોતાના હાથમાં બાંધી લેવી.
મિથુનઃ
ધનની ચિંતા દૂર કરવાનો સમય છે. ઘરમાં ઘીનો દીવો પ્રગટાવી “ॐ ह्रीं श्री नम:”ની ઓછામાં ઓછી એક માળાનો જાપ કરવો.
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે આ દિવસ માનસિક ચિંતા દૂર કરવાનો દિવસ છે. વડના પાન તોડશો તો તેમાંથી દૂધ નીકળશે. આ દૂધ કાઢીને માથાના બંને લમણા પર અને કાન પર લગાવી લેવું.
સિંહઃ
પરિવારમાં વિખવાદ ખતમ કરવાનો સમય છે. આ દિવસે ખીર બનાવો. “ॐ ब्रं बृहस्पतय नम:” મંત્રનો જાપ કરતા તેમાં દુર્વા ફેરવો. આ પછી ખીર ખાઈ લો અને બીજા દિવસે સૂર્યોદય થવા સુધી કશું જ ન ખાવું.
કન્યાઃ
કાનૂની અડચણોને દૂર કરવા માટે આ ઉત્તમ સમય સાબિત થશે. આથી એક ઈંટ પર હળદરથી “ॐ ब्रं बृहस्पतय नम:” મંત્ર લખો અને આ ઈંટને એક મંદિરમાં મૂકી આવો.
તુલાઃ
જોબ પ્રમોશન કે કારકિર્દીમાં વૃદ્ધિ માટેનો શ્રેષ્ઠ સમય છે. તાંબાનો સિક્કો લાવી રાખો. 9 નવેમ્બરે બપોરે 1-39 વાગ્યા પછી પોતાના બોસ સાથે “ॐ ब्रं बृहस्पतय नम:” મંત્રનો જાપ કરતા કરતા પ્રમોશનની વાત કરો.
મકરઃ
પરિવારમાં એકતા રાખવા માટે ઉપાય કરો. સાત આખા અડદને હળદરમાં રગદોળી લો અને કોઈ વાસણમાં મૂકી દો. 9 નવેમ્બરે 1-39 પછી તેને આખા ઘરમાં છાંટી દો.
કુંભઃ
દેવામાંથી છૂટકારો મેળવવા માટે આ ઉત્તમ સમય છે. સાત ખારેક લઈને તેના પર હળદરનું તિલક કરી લો. ત્યાર પછી ॐ ब्रं बृहस्पतय नम: અને ॐ नम: भगवते वासुदेवाय જાપ કરો. જાપ પૂર્ણ થતા જ આ ખારેકનું સેવન કરી લો.
મીનઃ
આ સમય પતિ-પત્નીએ અંદર અંદર સમજૂતી વધારવાનો છે. પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરો. એક નાનકડો ઈંટનો ટુકડો મધમાં બોળી મંત્ર જાપ કરીને કોઈ તાવીજમાં બંધ કરી ગળામાં પહેરી લો.