• બોળચોથ પારણાનોમ સુધીનો આ પારંપારીક ઉત્સવમાં બાળથી મોટેરા અનેરા ઉત્સાહથી જોડાઇ છે: ગોકુલ આઠમના ઉત્સવે કાનુડાના જન્મોત્સવે સમગ્ર કાઠિયાવાડ વૃંદાવન બની જાય છે.
  • લોકમેળાની પરંપરા યથાવત પણ આજના યુગમાં ખાનગી મેળાનું વધતું આકર્ષણ: સમગ્ર દેશમાં આપણું કાઠિયાવાડ જ એક અઠવાડીયાનો તહેવાર મહોત્સવ માણે છે.
  • બાળકોની રમકડાં ખરીદી સાથે પરિવાર સાથે આસપાસના સ્થળોની પિકનીક સાથે પત્તા પ્રેમીનો અનોખો ઉત્સવ મોજે જલ્વા કરાવે છે: કંઇક નોખી અને અનોખી આ તહેવારોની ઉજવણી થતી હોવાથી બહારગામથી પણ લોકો મેળો માણવા આવે છે.

ભારતીય સંસ્કૃત્તિના ગુજરાતી મહિનામાં દર માસે એક બે તહેવારો રંગત જોવા મળે જ છે. હોળી, દિવાળી જેવા તહેવારોની સાથે એકમાત્ર શ્રાવણ માસ ઉત્સવોનો મહામાસ તરીકે ઓળખાય છે. રક્ષાબંધનથી શરૂ થતી ઉત્સવોની હારમાળા દિવાળી સુધી ચાલુ રહે છે. કાઠિયાવાડમાં બે તહેવારો લગભગ એક અઠવાડીયું ચાલે છે જેમાં નવરાત્રી અને આ સાતમ-આઠમના તહેવારો છે.

388336 lokmelazee

 

શિવજીનો માસ શ્રાવણ ભક્તિભાવ માટે પવિત્ર અને સર્વોત્તમ ગણાય છે. કૃષ્ણ જન્મોત્સવે કાનુડાના રંગે રંગાઇને આ આખો માસ શિવાલયો ‘મહાદેવ’ ભોળાનાથની સવાર-સાંજની પૂજન-અર્ચનનું મહત્વ વધી જાય છે. કાઠિયાવાડ ઉત્સવ પ્રિય છે, સાથે તહેવાર પ્રિય પણ છે. આ પ્રજા પુરા આનંદોત્સવથી તહેવારો ઉજવે છે.

આજે નાગ-પાંચમ છે, ગઇકાલે બોળચોથ ઉજવી હતી. આ વર્ષે 15 ઓગસ્ટ અને બોળચોથ સાથે હોવાથી દેશભાવના સાથે ધર્મભાવનાનો તિરંગાયાત્રા સમો સમન્વય જોવા મળ્યો હતો. સાતમ-આઠમના તહેવારોનું એક માત્ર કાઠિયાવાડમાં વિશેષ મહત્વ છે. અહીં ગ્રામ્ય વિસ્તારોમાં નાની સાતમ પણ ઉજવણી કરવામાં આવે છે. આખો મહિનો ધર્મભક્તિ સાથે ઉત્સવોની ઉજવણી આ શ્રાવણ માસમાં થતી હોવાથી તેમને શ્રાવણી પર્વ પણ કહેવાય છે. સાતમ-આઠમનો તહેવાર ‘લોકમેળા’ વગર અધુરો ગણાય છે. શાળા-કોલેજો, ઉદ્યોગો વિગેરે લગભગ તમામ વ્યવસાયો માત્ર કાઠિયાવાડમાં જ બંધ રહે છે, બીજે બધે એકમાત્ર ‘ગોકુલ આઠમ’ની રજા હોય છે.

Dahi Handi

આ તહેવારોમાં શિવજીની આરાધના સાથે આખો માસ એકટાળા કે માત્ર ફરાળ જેવા કઠોર વ્રતો ભક્તજનો લેતા હોય છે. લોકો વાળ, દાઢી પણ કરાવતાને હોવાથી શિવજીની આરાધના એકમાત્ર ભક્તિ લક્ષ્ય તમામ કાઠિયાવાડી પ્રજામાં જોવા મળે છે. સૌરાષ્ટ્ર-કચ્છના 10 જીલ્લામાં શ્રાવણી પર્વનું વિશેષ મહત્વ જોવા મળતા આ દિવસોમાં પરિવારજનો આનંદમાં જોડાઇને કાઠિયાવાડી પરંપરાસમી આ સંસ્કૃતિ ઉત્સવનું મહત્વ આજે પણ અંકબંધ છે.

યુવાવર્ગમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવણીનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ‘ભોળાનાથ’ ભક્તિ તો સમગ્ર માસ દરમ્યાન જોવા મળે છે. પરંપરાગત લોકમેળો તો દિવસેને દિવસે તેના નવારંગ રૂપ બદલે છે. ખાનગી મેળાઓ પણ વધુ થતાં હોવાથી રમકડાં અને રાઇડમાં પણ નવા રંગરૂપ આવી ગયા છે. પહેલા કરતાં અત્યારના મેળા વધુ હાઇટેક બન્યા છે.

શ્રાવણના આ પર્વમાં જ ‘કાઠિયાવાડ’ પરિવારજનો સાથે બેસીને પત્તા રમતાં જોવા મળે છે, આનંદ કે સમય પસારની સાથે મનોરંજન માટેની આ રમતોમાં ‘પત્તાપ્રેમીઓ’ આખી રાત રમતાં જોવા મળે છે. ચોમાસાની ઋતુંમાં આવતા આ તહેવારોમાં ભેજવાળું વાતાવરણ હોવાથી આ દિવસોમાં ચોક્કસ પ્રકારનો આહાર ખવાય છે. ચુલા ઠારવાની પ્રથા 21મી સદીમાં અંકબંધ છે. થેપલા, પુરી, રાયતું, લાસા લાડવા, કેળા, ફળ, વેફર, ચેવડો, તીખા-મોરા ગાંઠીયા વિગેરે દરેક લોકો ખાય છે. શિતળા સાતમની ‘કુલર’ની પ્રસાદી હજી આજે પણ બનાવાય છે.

Untitled 1 Recovered 13

આજથી પાંચ દાયકા પહેલાના મેળા નાનાઓ હતા જેમાં ચકરડી અને રમકડાંનું વિશેષ મહત્વ હતું. પરિવારજનો ઘરેથી નાસ્તો લઇ જઇને આનંદ માણતા હતા. લાકડા, પત્તરા કે પાતળા પ્લાસ્ટિકના જ રમકડાં જોવા મળતાં હતા. પતરાના દેડકાનો સતત અવાજ અને સ્પ્રીંગ ઉપર લટકતો ઉપર-નીચે જતો વાનર ખૂબ જ મજા કરાવતો હતો. ટીવી-મોબાઇલ ન હોવાથી સમગ્ર પ્રજાજનો પુરા ઉત્સાહ સાથે આનંદોત્સવ માણતા હતા.

શેરી-ગલ્લી કે મહોલ્લામાં તો ચારે બાજું તમામ લોકો આ તહેવારોમાં પુરા ઉત્સાહથી જોડાતા હતા. આજે તો આવો આનંદ મળતો જ નથી, જો કે આપણી આ પ્રથા સાવ વિસરાય નથી પણ નવા યુગ સાથે બદલાઇ ગઇ છે. મેળાઓનું વિશાળ સ્વરૂપ સાથે અદ્યતન રાઇડ બાળથી મોટેરાને આકર્ષે છે. નયનરમ્ય લાઇટીંગ ડેકોરેશન તો રાત્રીના સમયે ખુબ જ આકર્ષક લાગે છે.

માનવ જીવન અનેક વિવિધતાથી ભરેલું હોવાથી આપણને હરવા-ફરવા કે મનોરંજન વિગેરે માટે સમય મળતો નથી. તહેવારો જ જીવનમાં સુખદ પરિવર્તન લાગે છે. આપણાં તહેવારો સામાજિક માન્યતાઓ, ધાર્મિક પરંપરા કે સંસ્કારો આધારિત હોય છે. આપણાં ગુજરાત જેટલા મેળા વિશ્ર્વમાં બીજે ક્યાંય જોવા મળતા નથી, આપણા દેશમાં પણ ગુજરાતી પ્રજાને તહેવાર પ્રિય કહેવાય છે. કાઠિયાવાડી સંસ્કૃત્તિમાં ઉત્સવો અને તહેવારોનો સંબંધ સદીઓથી ચાલતો આવે છે.

શ્રાવણી પર્વ પત્તાપ્રેમીઓ માટે આનંદનો અવસર !!

તીનપત્તી એક અલગ જ પ્રકારની રમત છે, લોકો શાંતિપૂર્વક ટાઇમ પાસ કે આનંદ માટે આખા શ્રાવણ મહિનામાં રમતા જોવા મળે છે. પત્તાપ્રેમી નથી પણ તમારી જીતેલી ‘રાશિ’ જ તમારો એવોર્ડ અને આનંદ છે. મોટાભાગના લોકો આ શ્રાવણ માસે જ જુગાર રમતાં જોવા મળે છે. નિષ્ણાંતોની ચિપવાની અને કાતર મારવાની કલા અનેરી હોય છે. બંધ, ડબા જેવા અનેક નિયમો રમનારા જૂથની સર્વસંમતિથી નક્કી થાય છે.

જુગારના ત્રણ દરોડામાં સાત મહિલા સહિત પંદર પત્તા કુટતા પકડાયા: એક ફરાર

ઘણા પત્તાપ્રેમીઓ તો ધૃતરાષ્ટ્રની જેમ બ્લાઇન્ડ ગેમ રહીને સામા વાળાને આંધળો કરી મુકે છે, જો કે બંધે બંધ રોગ, તીન કે કલર જ નીકળતા હોય છે. ઘણા હારેલા તો કવર કરવા પણ આવી રમતો રમતાં જોવા મળે છે. આખી રાત ચાલતી આ પાર્ટી પરિવારના દરેક સદસ્યો જોડાય છે. છેલ્લે બાજીગરો તો ઉઠતા-ઉઠતા ચત્તી બાજીના ચાર-પાંચ દાવ રમી નાખે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.