સનાતન ધર્મના જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભગવાન શ્રી ગણેશ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના અવસરે તેમના ઘર કૈલાસમાંથી ઉતરીને ધરતી પર વિચરણ કરે છે. આ પ્રસંગે લોકો 10 દિવસ સુધી ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરે છે અને ઘરે આવવા માટે આહ્વાન કરે છે. ગણપતિ બાપ્પાના આગમન પછી 10 દિવસ સુધી તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે અને અનંત ચતુર્થી પર તેમને વિદાય આપવામાં આવે છે.

ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલદી આના….ગગનભેદીનાદ સાથે

ગણપતિ બાપ્પાને દસ દિવસ પોતાના ઘરે કે ઓફિસમાં રાખ્યા બાદ આજે છે વિદાય આપવાની વેળા. આ દિવસ આમ તો ખુબ કપરો હોય છે, કારણકે, પરિવારના સભ્યોને આ 10 દિવસમં એવું જ લાગે છે કે, ગણપતિ દાદા પણ આપણાં જ પરિવારના સભ્ય છે. આપણાં ઘરે જ રહે છે. પણ જ્યારે તેઓ વિદાય લે છે જોકે, એક વાતનો આનંદ પણ હોય છેકે, દાદાની વિદાય એવી રીતે કરવામાં આવે છેકે, આવતા વરસે તમે જલદી આવજો. એટલે જ કહેવામાં આવે છેકે, ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલદી આ….ગણેશ મહોત્સવ આમ તો દસ દિવસનો હોય છે. પણ ઘણાં લોકો પોતાની આસ્થા મુજબ ઓછા દિવસો માટે પણ ગણેશ સ્થાપન કરીને પૂજા અર્ચના કરતા હોય છે.

હિન્દૂ ધર્મની આસ્થા અનુસાર 10 દિવસ સુધી તેમના ભક્તોની વચ્ચે રહ્યા પછી, ગણપતિ બાપ્પા અનંત ચતુર્દશીના દિવસે વિદાય લે છે. ભાદ્રપદ શુક્લની ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો ગણેશ ઉત્સવ અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જન સાથે સમા અનંત ચતુર્દશીના દિવસે ગણેશોત્સવ સમાપ્ત થાય છે અને ગણપતિ બાપ્પાને વિદાય આપવામાં આવે છે. તમારે એ પણ જાણી લેવું જોઈએ કે આજે ગણેશ વિસર્જનનો શુભ સમય કયો છે. આજે દેશભરમાં ગણેશ વિસર્જન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે 10 દિવસ સુધી વિધિ પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરવાથી અને ગણેશ વિસર્જન કરવાથી વ્યક્તિના તમામ દુ:ખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત ગણપતિ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.ગણેશ વિસર્જનપંચાંગ અનુસાર, આજે અનંત ચતુર્દશીના રોજ, ગણેશ વિસર્જનનો શુભ સમય સવારે 06.11 થી 07.40 સુધીમાં બાપા ને વિદાય આપાઈ હતી આ પછી, ગણેશ વિસર્જન માટે સાંજે 04:41 થી 09:10 સુધીનો શુભ સમય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.