દેશભરમાં આજે દિવાળી મનાવાશે, દેશના કરોડો લોકો આ તહેવારને ઉજવશે. આજે દિવાળી પર્વની ઉજવણી ફટાકડાઓ ફોડી, મિઠાઈઓ વહેંચી, રંગોળી અને રંગબેરંગી લાઇટિંગ સાથે ઉજવાશે.

દિવાળી એટલે ઉજવાસનો પર્વ. દિવાળી પર્વની ઉજવણી પાછળ પ્રચીન ઇતિહાસ પણ જોડાયેલો છે. દિવાળી પર્વને લઇને દેશભરના લોકો પહેલાથી જ ઉત્સાહિત રહે છે.

દિવાળી પર્વની શરૂઆત ધનતેરસના દિવસથી થયા બાદ લાભ પાંચમ સુધી કરવામાં આવે છે.

દિવાળી ઉપર ફટાકડાઓનો વિશેષ ક્રેઝ રહે છે. મોટાપાયે ફટાકડાઓની ખરીદી બાળકો અને મોટી વયના લોકો દ્વારા કરવામાં આવી રહી છે.  આ દિવાળી ઉપર ફાયર ક્રેકર્સ અથવાતો ફટાકડાનું વેચાણ ઓછું થઈ રહ્યું છે.

દિલ્હી અને એનસીઆરમાં ફટાકડાને લઇને સુપ્રીમ કોર્ટ તરફથી લાલ આંખ કરવામાં આવ્યા બાદ આની ચર્ચા દેશમાં રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.