આજે પ્રબોધિની એકાદશીએ ઉપવાસ કરવાથી એક હજાર અશ્વમેધ યજ્ઞનું મળે છે ફળ
ભગવાનના લગ્ન બાદ કાલથી લગ્નસરાની પૂરજોશમાં સિઝન શરૂ
અબતક,રાજકોટ
આજ શુક્રવારે દેવદિવાળીનો પવિત્ર તહેવાર છે ત્યારે આ દિવસે તુલસી વિવાહ સહિતના કાર્યક્રમો યોજાશે.આજ કારતક સુદ અગિયારસને તારીખ 4 નવેમ્બરને શુક્રવારના દિવસે દેવદિવાળી છે. દેવદિવાળીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. દેવદિવાળીના દિવસથી ગંગા નદીનો પ્રવાહ તથા સમુદ્ર શાંતિ થાય છે એવી માન્યતા છે. આ દિવસે ઉપવાસ કરવાથી એક હજાર અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે તથા સો રાજસૂય યજ્ઞ કર્યાનું ફળ મળે છે તથા બધાજ પાપો નાશ પામે છે. દેવદિવાળીના દિવસે ખાસ કરીને તુલસી પૂજાનું તથા શાલિગ્રામની પૂજાનું મહત્ત્વ વધારે છે. સવારના સમયે તુલસીજી સાથે શાલિગ્રામ રાખી તુલસીજીને ચૂંદડી ઓઢાડી પોતાના આંગણા અથવા અગાશી ઉપર રાખવા તેના ઉપર શેરડીના સાંઠાનો માંડવો કરવો, ભગવાનને કુદરતી લીલો મંડપ કરાતો હોવાથી શેરડીનો માંડવો જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે તે ઉપરાંત શેરડી ધરવામાં આવે છે. શેરડીમાં ગળપણ હોવાથી તુલસી વિવાહ કરવાથી દાંપત્ય જીવનમાં પણ મીઠાશ આવે છે. અષાઢી સુદ અગિયારસના દિવસથી દેવતાઓ પોઢી જાય છે અને દેવદિવાળીના દિવસથી દેવતાઓ જાગે છે, આથી આ દિવસ બાદ લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થશે.
શાલિગ્રામ ઉપર વિષ્ણુ સહસ્ત્ર નામ બોલતા બોલતા તુલસીપત્ર ચડાવવા ઉત્તમ છે. તુલસી વિવાહ મુસીબતો દૂર થાય છે. માટે સાંજે પ્રદોષ કાળ શુભ સમય દેવદિવાળીમાં સાંજના 6.03 થી 8.38 સુધીનો છે. તુલસીવિવાહ કરવાથી ઘરમાં સુખ-શાંતિમાં વધારો થાય છે અને દાપત્ય જીવનમાં મીઠાશ આવે છે. જે કોઈ લોકોને પોતાની કુંવારી ક્ધયા મૃત્યુ પામી હોય તો તેની પાછળ પણ તુલસી વિવાહ કરાવતા હોય છે. દેવદિવાળીના દિવસે સાંજના સમયે તુલસીજી પાસે ચોખ્ખા ઘીનો દીવો કરી તુલસી તથા શાલિગ્રામનું પૂજન દેવદિવાળીનાં દિવસે કરી 108 અથવા તો 1000 વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બોલી અને – 11 પ્રદક્ષિણા ફરવાથી જીવનની વિષ્ણુ ભગવાનનું ખાસ પુજન કરવામાં આવે છે. દેવતાઓની દિવાળી તરીકે પણ આ તહેવારને ઓળખવામાં આવે છે. શાલિગ્રામ સ્વરૂપ વિષ્ણુ ભગવાનની ષોડશોપચાર પૂજા કરવામાં આવે છે.
કારતક સુદ અગિયારસને પ્રબોધિની એકાદશી દેવ-દિવાળીના મહાપર્વે તુલસીવિવાહની સાથે પરંપરાગત રીતે લગ્નસરાની સીઝન ખરા અર્થમાં જામશે. તુલસીપુજા સાથે શાલિગ્રામની પણ શાસ્ત્રોકત રીતે મહાપુજા કરાશે અને આ સાથે શુભ પ્રસંગોની શરૂઆત થઈ જશે
આજે અને કાલે તા.5 ને શનિવાર બંને દિવસ દેવદિવાળીના મંગલ મુર્હૂતે અલગ અલગ સ્થળોએ આતશબાજીની રમઝટ સાથે તુલસીવિવાહ ઉજવાશે. ધર્મશાસ્ત્રમાં દર્શાવાયા મુજબ દેવદિવાળીના દિવસથી ગંગા નદીના પ્રવાહ તથા સમુદ્ર શાંત થાય છે એટલુ જ નહિ આ દિવસે ઉપવાસ કરવાથી એક હજાર અશ્વમેઘ યજ્ઞાનું તેમજ 100 રાજસુય યજ્ઞાનું ફળ મળે છે અને તમામ પાપમાંથી મુકિત મળે છે.
આજના દિવસે તુલસીપુજા અને શાલીગ્રામની પુજાનું સવિશેષ મહાત્મ્ય છે. અષાઢી સુદ અગિયારસથી દેવતાઓ નીંદ્રાધીન થઈ જાય છે અને દેવદિવાળીના દિવસથી દેવતાઓ જાગે છે આથી જ આ દિવસથી લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થશે. આ વર્ષે દેવદિવાળી બાદ ધૂમ લગ્નગાળો જામશે. લગ્નસરાની સીઝનના કારણે વર અને ક્ધયા બંને પક્ષ દ્વારા જે તે સમાજની વાડી, હોલ, બોર્ડિંગ, પાર્ટીપ્લોટ, ફાર્મહાઉસનું એકાદ મહિના અગાઉથી જ એડવાન્સ બુકીંગ કરાવી નાખેલ છે. આ સાથે ફોટોગ્રાફરો, વિડીયોગ્રાફરો, સાઉન્ડ સિસ્ટમ,કેટરર્સ, મંડપ ડેકોરેટર્સ, ડીજે, મ્યુઝીક બેન્ડ, ઢોલી, લગ્નગીતની ઈવેન્ટ માટે બુકીંગ શુધ્ધા પેક થઈ જવા આવેલ છે. દરમિયાન ગુરૂવારે વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા જાહેર થતાની સાથે આ વર્ષે લગ્નગાળાની સિઝનની સાથે જ ચૂંટણીના પ્રચારના પડઘમ વાગશે લગ્નસરાની સીઝનમાં લગ્ન માટે અગાઉથી બુક થયેલ વાડી, હોલ કેન્સલ થવાની પણ આશંકાથી અનેક પરિવારોમાં દોડધામ વધી રહી છે.
આ વર્ષે ‘લગ્ન’મોંઘા પડશે હોટલ, મંડપ, લગ્નને લગતી એસેસરીમાં સરેરાશ 1પ થી ર0 ટકા ભાવ વધારો
લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ એટલે ચુંટણી ગઇકાલે ચુંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષો ‘એકશન મોડ’માં આવી ગયા છે, બીજી તરફ આવતીકાલથી લગ્નગાળો શરુ થઇ રહેલો છે. આ વખતે લગ્નના આયોજનોમાં 1પ થી 20 ટકા ખર્ચ વધી શકે છે.
કોરોના કાળ પછી મર્યાદિત સંખ્યામાં સાજન-માજનને આમંત્રણ આપવાનો નિયમ હવે નથી રહેતો. એટલે સ્વાભાવિક રીતે મહેમાનોની સંખ્યા વધશે.
બીજુ હોટલ બુકીંગ રેટસમાં તેમજ ઇવેન્ટનો ખર્ચઓમાં પણ વર્ષ 2019ની સરખામણીમાં 1પ થી ર0 ટકા જેવો વધારો થયો છે. ડેસ્ટીનેશનલ વેડીંગ, ગિફટીંગ કંપનીઓએ પણ 40 ટકા જેવો ભાવ વધારો કરાયો છે.
રાજકોટમાં લગભગ 70 થી 80 ટકા હોલ બુકીંગ અગાઉથી થઇ ગયું છે.મ્યુઝિકલ પાર્ટીઓ અને લગ્ન ગીતના વૃંદોએ પણ કોરોનામાં ખાસ્સો એવો સમય ‘ફ્રી’ રહ્યા પછી હવે આ વખતે પણ મંડળીએ પણ ર0 થી રપ ટકા ભાવ વધારી દીધાં છે.
આ રીતે લગ્ન સમારોહમાં વર્ષ 2019 કરતા વર્ષ 2022માં લગ્ન સાથે જોડાયેલા તમામ બજારોમાં તેજી આવે તેવી શકયતાને નકારી શકાતી નથી.
ઠાકોરજીને શેરડીનો સાંઠો ધરવાનું અનન્ય મહત્વ
તુલસી વિવાહના અવસરે ઠાકોરજીને શેરડીના સાંઠા ધરવામાં આવતા હોય છે. આ સાંઠાથી લગ્નનો માંડવો ઉભો કરાય છે. ભગવાનને લીલો મંડપ કરાતો હોવાથી શેરડીનો માંડવો જ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવતો હોય છે. શેરડીમાં ગળપણ આવતુ હોવાથી તુલસીવિવાહ કરવાથી દામ્પત્ય જીવનમાં ખુબ મીઠાશ આવતી હોય