યુનિયનનો ૩૯ વર્ષમાં મંગલપ્રવેશ: અમદાવાદ સર્કલમાં ૧૧ હજારથી પણ વધુ સભ્યો: સભ્ય કલ્યાણની સાથે સમાજ ઉપયોગી પ્રવૃતિઓમાં અગ્રેસર

રાષ્ટ્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના ગુજરાત રાજયના કર્મચારીઓના બનેલા સંગઠન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એમ્પલોઈઝ યુનિયન (અમદાવાદ સર્કલ) સ્થાપનાના ૩૮ વર્ષ પૂર્ણ કરીને આજે ૩૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ છે. યુનિયન ૧૯૨૬ના ભારતીય ટ્રેડ યુનિયન એકટ હેઠળ નોંધાયેલી સંસ્થા છે. યુનિયન ઈનટુક સીટુ, બી.એમ.એસ.કે કોઈ સાથે સંલગ્ન નથી. યુનિયન સંપૂર્ણપણે કર્મચારીઓનું બિનરાજકીય સંગઠન છે. યુનિયનના હોદેદારો બેંકના કર્મચારીઓ જ હોય છે. ગુજરાતભરની સ્ટેટ બેંકની ૧૨૦૦થી વધુ શાખાઓમાં કામ કરતા ૧૧ હજારથી વધુ એવોર્ડ સ્ટાફના કર્મચારીઓ યુનિયનના સભ્યો છે. યુનિયનની સ્થાપનાનો હેતુ કર્મચારીઓને એક અને સંગઠિત રાખવાનો તેમજ સારી સર્વિસ ક્ધડીશન અને કોઈ પ્રશ્ર્નો હોય તો તેનો ઉકેલ લાવવાનો તેમજ કર્મચારીઓ બિમાર પડે, નિવૃત થાયકે આકસ્મિક મૃત્યુ પામે તેવા કિસ્સામાં સહાય‚પ થવું એ મુખ્ય છે. યુનિયનનું અધિવેશન દર ત્રણ વર્ષે રાજયના અલગ અલગ શહેરમાં યોજાય છે. તેમાં યુનિયનના હોદેદારોની લોકશાહી ઢબે ચુંટણી યોજાય છે અને અધિવેશનમાં માત્ર યુનિયનના સભ્યોને જ સ્પર્શતી બાબતોની ચર્ચા-વિચારણા ન કરતા જનસમાજને સ્પર્શતા વિષયો પર ચર્ચા, વિચારણા કરી ઠરાવ પસાર કરવામાં આવે છે. ગુજરાતના મહાનગરોમાં યુનિયન દ્વારા પોતાની માલિકીના ક્ધઝયુમર સ્ટોર ચાલે છે, યુનિયનના સભ્યોને નજીવા દરે ધીરાણ મળતી રહે તે માટે ક્રેડીટ સોસાયટી ચાલી રહી છે.

સૌરાષ્ટ્રમાં યુનિયનનું સુકાન મીતેશ ગાંધી, સંદીપ ભટ્ટ, શશીન નાણાવટી, ડી.કે.મહેતા, પ્રકાશ વોરા, અનુપમ દોશી, પરષોતમ મુંંગલપરા, સંજય મહેતા, જગદીશ વાઘેલા, ચિંતન માંડવીયા, નરેન્દ્ર પલાણ, સચિન ચાવડા, ઉમેદસિંહ જાડેજા, અમિત વજીરાણી, કેતન દોશી, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મુકેશ વ્યાસ, બીપીન નિર્મળ, રમેશ પાપલીયા, ધીમત નાણાવટી, એમ.બી.કાવઠીયા, મનુભાઈ સોલંકી સંભાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.