વર્ષમાં  આજે અને ઓગષ્ટ, સપ્ટેમ્બરમાં ત્રણ વખત થાળી જેવા ચંદ્રમા જોવાનો મળશે લ્હાવો

ચંદા મામા દુર સે… માથીએ વિશેષ વ્હાલા મામા હોય તેમ જનેતા પૃથ્વી પરથી ચંદ્રમા જોવા બધાને ગમે છે, શિતળતા સમૃઘ્ધી અને ઉજાશના પ્રયાસ એવા ચંદ્રમા અને ચાંદનીનો નજારો જોવામાં કયારેય હૈયુ ભરાતુ જ નથી. પુનમના ચંદ્રમામા પણ શરદ પુનમની ચાંદીની – રોશની ઔર જ હોય છે. આજે ફુલ મુન એટલે કે સોળે કળાએ ખીલનારા ચંદ્રમાનો નજારો જોવા મળશે. દેશભરના પ્રકૃતિ પ્રેમીઓ માટે આ વર્ષમાં ચાર ચાર વખત ફુલ મુનના નજારાનો કુદરતે અવસર સર્જયો છે. ગુજરાત વિજ્ઞાન ટેકનોલોજી કાઉન્સીલ ગુજકોર્સ વર્ષ 2023 માં ચાર કુલ મુનની તારીખો જાહેર કરી છે.

આજે 3 જુલાઇના રોજ ગુરુપુનમનો ચાઁદ સોળે કળાએ  ખીલેલો નજરે પડશે. આજે ફુલ મુન થાળી જેવા ચંદમાના નજારાનો લાભ મળશે. અને આગામી 1 ઓગષ્ટે, 30 ઓગષ્ટ અને ર9 સપ્ટેમ્બરના ત્રણ  ફુલ મુનનો નજારો જોવા મળશે. ચંદ્ર જયારે પૃથ્વીથી સૌથી નજીક આવે છે ત્યારે ચંદ્રમા પૂર્ણ અને પ્રકાશ તેજમય દેખાય છે. જો કે ચોમાસામાં વાદળો ચાંદા મામા આડે આવે તેવી શકયતા દર્શાયા છે. આજે  ચાંદામામાનો નજારો ચુકવા જેવો નથી.

પૂનમ નો ચાંદ મને વાહલો વાહલો લાગે.. પૂનમની ચાંદની ની રાત ઊર્મિ અને પ્રણયના પ્રતીકની ગણાય છે હિન્દી ફિલ્મ ગીતોમાં પ્રેયસીને લઈને ચાંદ કે પાર જવાની પરિકલ્પના ખરેખર પુનમની ચંદ્રમાની રાત્રે દરેકના હૃદયમાં સજીવન થાય છે 16 એ કલાઈએ ખીલતા પૂનમના ચંદ્રમાં અને દરિયાની ભરતી ઓટ સાથે પણ સીધો સંબંધ છે વળી શરદ પૂનમની રાતના ચંદ્રમાં ના તેજસ્વી કિરણોમાં અનેક આરોગ્ય અને ફાયદાકારક તત્વો છે આથી જ શરદ પૂનમના દિવસે દૂધ પૌવા ચાંદની રાતમાં રાખીને ખાવાનો મહિમા છે આજે ગુરુપૂર્ણિમાના ફૂલ મુન એટલે કે 16 એ કલાઈએ ખીલનારા ચાંદા મામા ના દર્શનથી મન અભિભૂત થયા વગર નહિ રહી શકે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.