સીબીએસઇ વેબસાઇટ, ઉમંગ મોબાઇલ એપ્લીકેશન સર્ચ એન્જીન મેસેજ, અને આઇપીઆરએસ દ્વારા પણ વિઘાર્થીઓ પરિણામ જાણી શકશે
ગઇકાલે ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક બોર્ડના ધોરણ-૧૦નું પરિણામ જાહેર થયા બાદ હવે આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન સીબીએસઇ ધોરણ-૧૦ ના પરિણામો સાંજે ૪ વાગ્યે જાહેર થવાના છે. સીબીએસઇના જણાવ્યા અનુસાર રીઝલ્ટ ઘણાં માઘ્યમો થી જાણી શકાશે. વિઘાર્થીઓ પરિણામ એપ્લીકેશન વેબસાઇટ સર્જ એન્જીન મેસેજ અને આઇવીઆરએસ થી પણ જાણી શકશે.
ગઇકાલે શાળા શિક્ષણ સચિવે ટવીટ કરીને જણાવ્યું હતું કે સીબીએસઇ ધોરણ ૧૦ ના પરિણામો ર૯મી મેના રોજ સાંજના સમયે ૪ વાગ્યે જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સીબીએસઇ ધો.૧ર નું રીઝલ્ટ ર૬મી મેના રોજ જાહેર કરાયું હતું.
પરિક્ષા પૂર્ણ થયા બાદ વિઘાર્થીઓ આતુરતાપૂર્વક પરિણામની રાહ જોતા હોય છે જો કે, પરિણામને લઇ વિઘાર્થીઓ ડર પણ અનુભવતા હોય છે. સીબીએસઇ ધોરણ ૧૦ ના વિઘાર્થીઓની આતુરતાનો અંત આજે સાંજે ૪ વાગ્યે આવી જશે.
વિઘાર્થીઓ તેમના પરિણામો www.results.inc.in, www.cbseresults અને www.cbse.inc.in વેબસાઇટ પરથી જાણી શકશે.
બોર્ડના જણાવ્યા મુજબ તમામ શાળાઓને તેમનું કુલ પરિણામ આપો આપ ખબર પડી જશે. બોર્ડ તમામ શાળાઓને ઇ-મેઇલ કરી તેમનું ઓવરઓલ રીઝલ્ટ જણાવશે.
વેબસાઇટ ઉપરાંત વિઘાર્થીઓ એપ્લીકેશનમાંથી પણ તેમના રીઝલ્ટ જાણી શકશે. આ એપ્લીકેશનનું નામ UMANG.
ઉમંગ મોબાઇલ એપ્લીકેશન છે જે સ્માર્ટ ફોન માટેની એપ છે. અને પ્લેસ્ટોરમાંથી ડાઉન લોડ કરી શકાશે. આ ઉપરાંત ઇન્ટ્રેકટીવ વોઇસ
રીસપોન્સ સીસ્ટમ આઇવીઆરએસ દ્વારા પણ પરિણામ જાણી શકાશે. જેમાં વિઘાર્થીઓ ૦૧૧-૨૪૩૦૦૬૯૯ નંબર પર ફોન કરી પરિણામની વિગત મેળવી શકશે.
આ સાથે વિઘાર્થીઓ Cbse-૧૦ રોલ નંબર, સ્કુલ નંબર, કેન્દ્ર નંબરની માહીતી આપી ૭૭૩૮૨૯૯૮૯૯ નંબર પરથી મેસેજ દ્વારા પણ રીઝલ્ટ જાણી શકશે.
વિઘાર્થીઓને રીઝલ્ટ જાણવા માટે ડીજીલોકરની સુવિધા પણ મળશે..