ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર થશે. ગાંધીનગરમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં ઉમેદવારોના નામની યાદી તૈયાર કરાઈ હતી. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી યાદી લઈને દિલ્હીમાં કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજરી આપશે.
સાંજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થશે અને સંભવત મોડી સાંજે અથવા તો રાત્રે જ યાદી જાહેર થાય તેવી સંભાવના છે. મહત્વનું છે કે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની તબક્કાવાર બેઠકોમાં ઉમેદવારોના નામની ચર્ચા થઈ હતી અને ત્રણ-ત્રણ ઉમેદવારોના નામોની પેનલ બનાવાઈ છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ યાદીમાં કેટલાક સાંસદોને પણ ટિકિટ મળે તેવી સંભાવના છે, તેમજ જાતિગત સમીકરણ અને સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરાઈ છે.