અંજવાળી એકાદશીએ નિર્જલા અગિયારસ પણ કહે છે: ભીમે કહેલું આ એકાદશીનું વ્રત, ભગવાન વિષ્ણુની પૂજા કરી આમ્રફળ ધરાવવાનું અનેરુ મહત્વ
આજે જેઠ સુદ અગિાયરસ ભીમ અગિયારસ છે લોકો આ તહેવારની ભાવભેર ઉજવણી કરે છે. આપણે ત્યાં આ તહેવાર સાથે કેરી ખાવાનું અનેરુ મહત્વ છે.
આજે ભીમ અગિયારસના દિવસે ઘરે ઘરે રસપુરીનું જમણવાર કરવામાં આવે છે તેમજ બજારમાં કેરીની ખરીદી ગઇકાલે પ્રમાણમાં વધુ પડતી થઇ હતી પરીણામે ભાવો પણ થોડા ઉંચા રહ્યા હતા. પરણેલી દિકરીને પ્રથમ ભીમ અગિયારસનો તહેવાર મનાવવા પીયરપક્ષે અચુક તેડાવાનો પણ આપણે ત્યાં રીવાજ ચાલ્યો આવે છે
આ અનેક પરંપરા સાથે જોડાયેલી ભીમ અગિાયરસનો તહેવારની ઉજવણી કરવા લોકોમાં અનેરો ઉમંગ છવાયો છે આ તહેવાર જેઠ મહિનાની અંદર આવતી અંજવાણી અગિયારસૃને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ મળે છે. ભગવાનને નિવેદમાં કેરી ધરવી પ્રસાદ જમવો પણ આ અગીયારસને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે.
પૂર્વે પાંચ પાંડવમાંથી ભીમસેને આ એકાદશીનું વ્રત કર્યુ હતું. ભીમને એમ કહેવાયું કે તમારા તમામ સંકટ દુર કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરી પ્રાર્થના કરો અને આ દિવસે આમ્રફળ ભગવાન વિષ્ણુ ને ધરવું. વિષ્ણુ સહષાનો પાઠ કરવો અને બાર અક્ષરનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મૂળ મંત્ર એવું ભગવાન શ્રી કૃષ્ણએ ભીમને કહેલું ત્યારબાદ ભીમ નદીમાં સ્નાન કરવા ગયા અને સ્નાન કરતા ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં એવા તો તલ્લીન બન્યા કે આહાર કરવાનું પણ ભૂલી ગયા પાણી પણ ન પીવાથી આ એકાદશીને નિરજલા એકાદશી એટલે ભીમ અગિયારસ કહેવામાં આવે છે.
આ અગિયારસના પૂણ્ય પાંડવોને હસ્તીના પુરનું રાજય સુરક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના આશિર્વાદથી મળ્યું ભીમ અગિયારસના સમયે હજુ પણ આપણા પ્રાંતમાં બહેન કે દિકરી સાસરે હોય તેને માવતર ભીમ અગિયારસ કરવા તેડી લાવે છે આ પ્રમાણે એકાદશીનું મહત્વ તમામ સંપ્રાદયમાં માતીનું છે તેમાં જૈન સમાજ આ દિવસ પછી કેરી ખાવાનું બંધ કરે છે.