આજ રોજ ભાનુ સપ્તમી છે અષાઢ માસમાં રવિવારે સાતમ આવે ત્યારે ત્રણે રીતે સૂર્યનું પ્રભુત્વ વધે છે માટે ભાનુ સપ્તમી પર સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ છે આ દિવસે સૂર્યોદય સાથે સ્નાનાદિ થી પરવારી સૂર્યને જળમાં હળદર કંકુ ચોખા અને કેસર પધરાવી અર્ધ્ય આપવો જોઈએ અને આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવા જોઈએ.
ભાનુ સપ્તમીના દિવસે ગાયત્રી આરાધના કરવાથી પણ વિશેષ લાભ થાય છે કેમ કે ગાયત્રી આરાધના પણ સૂર્ય આરાધના છે આ ઉપરાંત પૂર્વ માં મુખ રાખી સૂર્ય નમસ્કાર કરવાથી પણ સૂર્ય બળવાન થાય છે. જયારે જન્મકુંડળીમાં સૂર્ય નબળો પડતો હોય કે આત્મવિશ્વાસ ના રહેતો હોય ત્યારે સૂર્ય આરાધનાથી લાભ થાય છે. સૂર્ય એ આત્મા છે માટે સૂર્ય ના બળવાન થવાથી આત્મિક શક્તિ વધે છે.
ગોચર ગ્રહો મુજબ મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે જ રશિયામાં પુતિનની પ્રાઇવેટ આર્મી દ્વારા બગાવત કરવામાં આવી છે અને રશિયામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થઇ છે. અત્રે અગાઉ લખ્યા મુજબ મંગળ સેનાપતિ છે અને જયારે તે સિંહ રાશિમાં આવે છે ત્યારે સત્તા તરફ કદમ આગળ વધે છે અને વિશ્વમાં અનેક જગ્યાએ આર્મીનું પ્રભુત્વ વધતું જોવા મળશે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨—