ચાલને જીવી લઈએ….
કાઠિયાવાડ સહિત ગુજરાત ભકિતભાવ થકી ઓળખાય છે.
સંતો-મહંતો, સુરાઓ અને દાતારોની આપણી ભૂમિ છે ત્યારે ભકિત એ પછી મીરાની હોય, નરસૈયાની હોય, સબરીની હોય, આપણને આ તમામ પાત્રો બોધ પાઠ આપી જાય છે ત્યારે આજે ચાલને જીવી લઈએમાં આપણે ભકિતરસમાં તરબોળ થવાનું છે.
આજે જયંત ગજજર અને દેવ્યાની ચક્રવર્તી ભકિતરસનો થાળ પીરસશે. જયંત ગજજર કે જેવો ૨૫ વર્ષથી કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને દેવ્યાનીબેન ચક્રવર્તી કે જેવો વિવિધ ચાર ભાષા ભોજપુરી, હિન્દુ, સિંધી, બેંગોલીમાં ગીતો ગાય છે. આજે ચાલને જીવી લઈએમાં ભકિતના ગીતોની હેલી.
આજે ભકિત સંગીતની રજુઆત
- ગાયક: જયંત ગજજર, દેવ્યાની ચક્રવર્તી
- એન્કર: પ્રિત ગોસ્વામી
- ઓકટોપેડ: રજનીકાંત ભટ્ટી
- કિ-બોર્ડ: રાજુ ટાંક
- તબલા: દિવ્યેશ રાજા
- સાઉન્ડ: ઉમંગી સાઉન્ડ
- સંકલન: મયુર બુઘ્ધદેવ
આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો
- મૌસે નૈના મિલાય કે…
- અલિ મોરે અંગના દર્શ દિખા…
- હરિ તુ ગાડુ મારુ કયા લઈ જાય…
- હરિ હળવે હળવે હંકારે, મારુ ગાડુ ભરેલ ભારે…
- મને લઈ જાને તારી સંગાથ…
- કેસરીયા બાલમ આવોની પધારો મ્હારે દેશ…
- શું પુછો છો મુજને, કે હું શું કરુ છું…
- કયા ભરોસા ઉસ જીંદગી કા…
૨૭ હજાર લોકોએ ‘અબતક’ના સથવારે અનવર હાજી અને અમિ ગોસાઈની સંગીત સફર માણી
જયારે રફી સાહેબ યાદ આવે ત્યારે દરેક કલાકારના ચહેરા પર સ્મિત સાથે એક જ નામ નિકળે અનવર હાજી અને સુમધુર કંઠ ધરાવતા અમીબેન ગોસાઈને આપણે ગઈકાલે ચાલને જીવી લઈએ અંતર્ગત સાંભળ્યા. ગઈકાલનાં હિટ કાર્યક્રમમાં આપ સર્વે દર્શકોના પ્રેમ અને સહકારથી ૨૭ હજાર જેટલી રીચ અમારા ફેસબુક પ્લેટફોર્મ પર મળેલ. આપના આવા જ સાથ સહકારથી અમો નિત્યપણે આપને અલગ-અલગ સંગીત રસથાળ પીરસતા રહીશું.