વાયુ વેરી સિવિયર સાયકલોન સ્ટોર્મમાંથી ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હોય નુકશાનીની સંભાવના નહીંવત: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી: એનડીઆરએફની ૫ અને બીએસએફની ૨ ટીમો તૈનાત, કચ્છમાં સરકારી તંત્ર પણ એલર્ટ

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાયુ નામનું વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સ્પર્શ કર્યા વિના જ ઓમાન તરફ ફંટાઈ જતાં સૌરાષ્ટ્રમાં ગત સપ્તાહે ખુવારી અટકી ગઈ હતી. દરમિયાન વાયુએ દિશા બદલી છે અને હાલ કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. આજે મધરાત્રે વાયુ કચ્છમાં ટકરાય તેવી પ્રબળ સંભાવના છે. જો કે, વાયુ હવે વેરી સીવીયર સાયકલોનીક સ્ટોર્મમાંથી ડિપ ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ ગયું હોવાના કારણે મોટી નુકશાનીની સંભાવના ખૂબજ નહીંવત છે. છતાં વાયુની અસર તળે આગામી ૪૮ કલાક સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મુંદ્રા અને માંડવી બંદરે ૨ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. કચ્છના દરિયામાં ગઈકાલી જ વાયુ વાવાઝોડાનો કરંટ દેખાઈ રહ્યો છે અને દરિયામાં વિશાળ મોજા ઉછળી રહ્યાં છે. મોટી ખુવારી ન સર્જાય તે માટે તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની પાંચ ટીમો અને બીએસએફની બે ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સરકારી તંત્ર પણ કચ્છમાં સંપૂર્ણપર્ણે એલર્ટ ઈ ગયું છે. વાવાઝોડાની અસર આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં વર્તાવા લાગી છે અને સવારના સમયે અનેક સ્ળોએ હળવાી મધ્યમ ઝાપટા પડયા હતા.

ગત સપ્તાહે અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા વાયુ નામના વાવાઝોડાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકે અને ભારે વિનાશ વેરે તેવી સંભાવના ઉભી તા સરકારી તંત્ર એલર્ટ ઈ ગયું હતું. બીએસએફ, આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની ટીમોએ તૈનાત કરી દેવામાં આવી હતી. લાખો લોકોનું સલામત સ્ળે સ્ળાંતર કરી દેવામાં આવ્યું હતું. ૧૪મી સૌરાષ્ટ્રમાં આ વાયુ નામનું વાવાઝોડુ ત્રાટકે તેવી સંભાવના હતી. જો કે, વાયુએ દિશા બદલી ઓમાન તરફ ફંટાઈ જતા છતાં સૌરાષ્ટ્ર પરી મોટી ઘાત ટળી હતી. જો કે, બે દિવસ બાદ ફરી વાયુએ દિશા પલ્ટી હતી અને સૌરાષ્ટ્ર તરફ ગતિ કરી હતી. આજ મધરાત્રે અવા આવતીકાલ સવાર સુધીમાં વાયુ વાવાઝોડુ કચ્છ સો ટકરાય તેવી સંભાવના છે. વાવાઝોડાની તિવ્રતામાં ઘટાડો યો છે અને વેરી સીવીયર સાયકલોન સ્ટોર્મમાંથી ડિપ્રેશનમાં પરિવર્તીત ઈ ગયું છે. જેની અસર તળે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

કચ્છમાં પ્રતિ કલાક ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય તેવી પણ સંભાવના જણાય રહી છે. વાયુ વાવાઝોડાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ગીર-સોમના, જૂનાગઢ જિલ્લામાં ખૂબજ સારો વરસાદ આપ્યો છે. દરમિયાન આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વાયુ સારો વરસાદ આપે તેવી સંભાવના જણાય રહી છે. વાવાઝોડાની અસરના કારણે ચોમાસુ ૨૦ થી ૨૫ દિવસ પાછુ ઠેલાય તેવી પણ શકયતા છે પરંતુ જે રીતે વાયુએ સૌરાષ્ટ્રમાં વરસાદ આપી રહ્યું છે તેના પરી આ વાવાઝોડુ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આશિર્વાદરૂપ ાય તેવી સંભાવના નકારી શકાતી ની.

કચ્છમાં મુદ્રા અને માંડવી બંદરે બે નંબરનું સિગ્નલ મુકી દેવામાં આવ્યું છે. વાવાઝોડાને પગલે કચ્છ કલેકટર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ૫ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સાો સા બીએસએફની પણ બે ટીમો તૈનાત છે. વાયુ વાવાઝોડાની અસરના કારણે કચ્છના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. વાયુની તિવ્રતામાં  ઘટાડો યો હોવા છતાં સરકાર કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી ની અને સ્િિત પર સતત બાજ નજર રાખી રહી છે.  કચ્છ વહીવટી તંત્રએ પણ વાવાઝોડાનો સામનો કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.

વાયુ વાવાઝોડાની અસરના કારણે આગામી ૪૮ કલાક સુધી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી હોય. આજે સવારી સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વહેલી સવારે વરસાદનું ઝાપટુ પડી ગયું હતું. આ ઉપરાંત રવિવારે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે. સૌી વરસાદ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ૨૯ મીમી અને તારાપુરમાં ૧૪ મીમી પડયો હોવાનું નોંધાયું છે. આજે વાયુની અસરના કારણે કચ્છમાં ભારે પવન સો વરસાદ વરસી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.