મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં કિસાન કલ્યાણ કાર્યશાળા અંતર્ગત મંગળવારે પશુપાલન વિભાગ દ્વારા પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આવતીકાલે તમામ તાલુકાઓમાં તા.૨ ના રોજ કિસાન કલ્યાણ કાર્યશાળા યોજાનાર છે જેમાં સવારે ૮ થી બપોરે ૧ દરમિયાન પશુ વિભાગ દ્વારા પશુ સારવાર કેમ્પ યોજાશે. ત્યારે પશુપાલકે પોતાના પશુઓને કોઈપણ સમસ્યા હોય તો તેમાં હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે
પશુપાલન વિભાગના તજજ્ઞ પશુ ચિકિત્સકો દ્વારા પશુઓની સારવાર અને નિદાન કરવામાં આવશે આ પશુ આરોગ્ય કેમ્પનું મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે, માળીયા તાલુકાના વર્ષામેડી ગામે, ટંકારા તાલુકાના રોહીશાળા ગામે, વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે અને હળવદ તાલુકાના વેગડવાવ ગામે આયોજન કરવામાં આવ્યું છે તેમ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકની યાદીમાં જણાવાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com