રાજકોટમાં હાલ એમએસએસઇ ક્ષેત્રના 40 હજારથી વધુ ઉદ્યોગો ધમધમે છે: મોરબી, જામનગર પણ બમણા વેગથી દોડે છે
રાજકોટનો ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટી એક નજર નાખીએ તો અગાઉ જે રાજકોટ ખજખઊ ક્ષેત્રે એક અંદાજ મુજબ 10,000 થી 12000 જેટલા ઉદ્યોગો કાર્યરત હતા તે આજની સ્થિતિએ 40,000 નો આંક વટાવી ગયા છે. આજના ટેકનોલોજી અને ભારત તેમજ ગુજરાત સરકારની સાનુકૂળ પ્રોત્સાહન નીતિ તેમજ હાલમાં ઉદ્યોગ આત્મનિર્ભર સહાયક યોજના જેના થકી નાના અને લઘુ ઉદ્યોગને ફાયદાકારક પેકેજ તથા ળતળય ને 10 વર્ષ માટે ઇપીફ રીએમ્બર્શમેન્ટ યોજના તાજેતરમાં જાહેર કરેલ જે અન્વયે આ વિકાસમાં હજુ ઉતારોત્તર બમણો વિકાસ સધાવવાની પુષ્કળ તકો જણાઈ રહી છે.
આ વિકાસની બાબતો અંગે જણાવવાનું કે રાજકોટના ઓટો પાર્ટસના હબ અંગે જણાવીએતો એક સમયે જૂજ ઉદ્યોગો આ ક્ષેત્રમાં કાર્યરત હતા તે આજના દિવસે ઓટોમાઇઝેશન આવતા, ક્વોલીટી બેઝ ક્ધસેપ્ટ ને અનુસરતા, પ્રીસીશન વર્કસ ડેવલપ થતાં વિદેશની કંપનીઓની હરીફાઈમાં ટક્કર મારવાને લઈને રાજકોટની નાનામાં નાની પ્રોડક્ટસ જેમકે સાઇકલ પાર્ટસથી લઈને સબમરીન, એરકાફ્ટ, ઓટો કાર-બાઇક વિગેરેના પાર્ટસ આજ રાજકોટના વિદેશોમાં સારી માંગ વર્તાઇ રહેલ છે અને નિકાસમાં મોટી માંગ ઉપજાવી શકેલ છે. આવનારા દિવસોમાં આ ક્ષેત્રે ઇનોવેશન આવતા, ઇલેક્ટ્રીક કારનું વેંચાણ વધતાં આ ઓટો હબનું ભાવી ઉજળું દેખાઈ રહેલ છે. હજુ પણ આ ઇન્ડસ્ટ્રીઝની માંગ વધવાને કારણે રાજકોટમાં આ ઓટો ઇન્ડ્સ્ટ્રીઝનું ભાવી વધુ ઉજળું જણાઈ રહેલ છે.
અન્ય એક એગ્રીકલ્ચર ઇન્ડ્સ્ટ્રીઝની વાત જણાવીએ તો સબમર્શિબલ પમ્પ ઉદ્યોગ એક સમયે રાજકોટમાં 200 થી 250 જેટલા ઉદ્યોગો હતા તે આજના નવી ટેકનોલોજીએ, ઇનોવેશનને લઈને આ ક્ષેત્રે એક હરણફાળ વિકાસ થઈ રહેલ છે અને આજના સમયે સબમર્શિબલ પમ્પમાં 1200 જેટલા ઉદ્યોગો પ્રસ્થાપિત થયેલ છે અને તેમાં પણ ટેકનોલોજી ક્ષેત્રમાં નવા નવા સુધારો કરવામાં આવતા આ ઉદ્યોગનું ભાવિ હજુ પણ ઉજળું જણાઈ રહેલ છે. આજ પ્રમાણે રાજકોટના કિચનવેર ઇન્ડ્સ્ટ્રીઝ જે એક સમયે 200 થી 300 જેટલા ઉદ્યોગો સ્થાપિત હતા તે નવી ટેકનોલોજીએ અને મોર્ડનાઇઝેશન ક્ધસેપ્ટનો સ્વીકાર કરીને ઉદ્યોગમાં ઉત્તરોત્તર 900 થી 1200 જેટલા ઉદ્યોગો કાર્યરત થયેલ છે. હાલ નવી ટેકનોલોજીએ અને ક્વોલીટી પ્રોડકસને કારણે રાજકોટનો આ કીચનવેર ઉદ્યોગ ચાઇનાને ટક્કર મારવા આગળ વધી રહેલ છે અને હજુ પણ આ કિચનવેર ઉદ્યોગ નવા આવવાની પૂરે પૂરી શક્યતાઓ જણાઈ રહેલ છે. રાજકોટમાં રીઅલ એસ્ટેટના હરણફાળ વિકાસની સાથો સાથ હાર્ડવેર ઉદ્યોગો જે રાજકોટમાં નહીવત હતા તે આજે ટેકનોલોજી સાથે ડગલે ને પગલે સ્વીકારીને આજે 1200 જેટલા હાર્ડવેર ઉદ્યોગો આગળ વધી રહેલ છે અને હજુ પણ નવા ઉદ્યોગો સ્થાપાય તેની પૂરે પૂરી શક્યતાઓ રહ છે.
આત્મનિર્ભર ભારત ઇન ડીફેન્સ અંતર્ગત મેકીંગ રાજકોટ એ ડીફેન્સ હબ કાર્યક્રમ છઊઅ ખાતે તા. 25-12-2020 ના રોજ યોજવામાં આવેલ તે હેઠળ રાજકોટમાં ડીફેન્સ પ્રોડક્ટ્સમાં કાર્યવાહી આગળ ધપી રહેલ છે અને આવનારા દિવસોમાં હથિયાર-ઓઝારો ક્ષેત્રે નવું પદાર્પણ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. મહિલા ઉદ્યોગ સાહસિક દ્વારા હથિયાર બનાવવા માટેના પ્રોજેકટ અંગે આગળ વધી રહ્યા છે એવા ધ્યાન ઉપર આવેલું છે અને તેના પરિણામ સ્વરૂપે આ ડીફેન્સ પ્રોડક્ટસ ક્ષેત્રે એક આકર્ષણ સાબિત થઈ રહેશે.
મોરબીનો સિરામિક ઉદ્યોગ એક સમયે ખૂબ જ નાના પાયામાં ચાલતો હતો જે આજે નવી ટેકનોલોજી અમલ કરીને દેશ દુનિયામાં ખ્યાતિ મેળવેલ છે અને એક અંદાજ મુજબ 500થી વધુ ઉદ્યોગો મીડીયમ સ્કેલ હેઠળ સ્થાપિત થયા છે
આ ક્ષેત્રે કોઈપણ સાઈઝમાં ટાઇલ્સ બનાવવાનું કામ મોરબીના ઉદ્યોગોને ફાળે રહેલ છે. તે એક અજાયબી કહેવાય અને ચાઇનાની પ્રોડકટ્સ ને હંફાવી નિકાસ ટાઇલ્સ ક્ષેત્રે આગળ વધી રહેલ છે અને હજુ પણ સીરેમિક ઉદ્યોગનું ભાવિ ઉજ્ળું જણાઈ રહ્યું છે.જામનગર એ બ્રાસપાર્ટ્સ ઉદ્યોગનું હબ તરીકે ભારત અને વિશ્વભરમાં ખ્યાતિ મેળવી ચૂકી છે.
આ ઉદ્યોગ ખજખઊ ક્ષેત્રે ખુબજ વિકસીત થયેલ છે અને આવનારા દિવસોમાં હજુ પણ નવા ઉદ્યોગો સ્થાપાય એવી પૂરી શક્યતા જે છે.
સૌરાષ્ટ્રના ખજખઊ ઉદ્યોગોના વિકાસ પાછળ કેન્દ્ર તેમજ રાજય સરકારની ઉદાર ઉદ્યોગ નીતિ વિકાસ માટે ખૂબજ સાનુકૂણ રહી છે અને તેને કારણે જ આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રનો નિરંતર વિકાસ થઈ રહેશે એમાં કોઈ શંકા જ નથી. આ વિકાસ થકી લોકોને નવી રોજગારી ઊજળી તકો રહેશે અને દેશના વિકાસ ક્ષેત્રે સારો એવો ફાળો સૌરાષ્ટ્રનો અનન્ય રહેશે એનું સૌરાષ્ટ્ર માટે ગૌરવ સમાન રહેશે