મિશન સંપર્ક ફોર સર્મન હેઠળ અમિત શાહ આજે મુંબઈમા
આગામી લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પક્ષ દ્વારા સંપર્ક ફોર સર્મન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ મુંબઈ ખાતે ઉદ્યોગપતિ રતન તાતા, જાણીતા ગાયક લત્તા મંગેશકર અને એકટ્રેસ માધુરી દિક્ષીતને મળી ભાજપને સર્મન માટે વાતચીત કરશે.
કેન્દ્રની મોદી સરકારના સફળતાપૂર્વકના ચાર વર્ષ બાદ ભારતીય જનતા પક્ષે સંપર્ક ફોર સર્મન સુત્રો સો જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત પક્ષના ૪૦૦૦ દિગ્ગજ કાર્યકરો ૧ લાખ લોકો સાથે સંપર્ક કરશે. જેમાં ટોચની હસ્તીઓને પણ સામેલ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મુંબઈ ખાતે ઉદ્યોગપતિ રતન તાતા, જાણીતા ગાયક લત્તા મંગેશકર તેમજ ફિલ્મ અભિનેત્રી માધુરી નેને (દિક્ષીત)ને મળી ભારતીય જનતા પક્ષના સફળતાપૂર્વકના ચાર વર્ષ અંગેનો પ્રતિભાવ લેશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભારતીય જનતા પક્ષ દ્વારા ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ આર.સી.લાહોટી, ક્રિકેટર કપીલ દેવ, યોગગુરૂ બાબા રામદેવ સહિતની હસ્તીઓને મળી ચુકયા છે અને આવતીકાલે દોડવીર મિલખાસિંઘ સાથે પણ મુલાકાત કરશે અને તેઓને કુલ ૫૦ હસ્તીઓને મળવાનું લક્ષ્યાંક રાખ્યું હોવાનું જણાવ્યું હતું.