એકાદશી ની વૃદ્ધિ તિથિ હોવાથી ગુરુવારે શિવપંથી ની એકાદશી છે અને શુક્રવારે જે લોકો હવેલીનો શ્રી કૃષ્ણધર્મ પાડે છે તેની એકાદશી છે આમ ગુરુવારે શિવ પંથીએ એકાદશી રહેવી અને શુક્રવારે વૈષ્ણવપંથી એકાદશી રહેવી. ફાગણ શુદ અગિયારસ ને ગુરુવારે  તા 2.3.23 આમલકી એકાદશી.

કેવી રીતે વ્રત રહેવું ?? 

આમલકી એકાદશી ના દિવસે સવારના વહેલા ઊઠી નિત્ય કર્મ કરી નાહવાની ડોલમાં થોડું ગંગાજળ પધરાવી સ્નાન કરવું જેટલા તીર્થોના નામ યાદ આવે તેટલા તીર્થ ના નામ સ્નાન કરતા કરતા બોલવા ત્યારબાદ એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેની ઉપર ચોખા મૂકી શ્રી કૃષ્ણ ભગવાન ની છબી ની સ્થાપના કરવી સાથે આગળ એક સોપારીમાં ભગવાન પરશુરામ ની સ્થાપના કરવી.

બંને ભગવાનને ચાંદલો ચોખા કરી ફુલ અબીલ ગુલાલ કંકુ પધરાવી અગરબત્તીનો ધૂપ આપી નૈવેદ્યમાં મીઠાઈ તથા આમળા ખાસ ધરાવા ત્યારબાદ આરતી કરી આમ લકી એકાદશી ની વ્રત કથા વાંચવી અને આખો દિવસ ઉપવાસ અથવા એકટાણું રહેવું બ્રાહ્મણોને ગરીબોને દાન દક્ષિણા આપવી સાંજના સમયે ભગવાનનું કીર્તન કરવું આવી રીતના એકાદશીનું વ્રત રહેવાથી એક હજાર ગાયના દાન કરવાનું ફળ મળે છે તથા ઘરમાં સુખ-શાંતિ રહે છે અને શુભ મનોકામના પૂર્ણ થાય છે

આ એકાદશી ની કથા નો બોધ :-

મનુષ્ય જીવન છે-જાણતા-અજાણતા પાપ થઈ જ જાય છે પરંતુ કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવું અને સાચો પસ્તાવો કરી બીજાની મદદ કરવી તે જ સાચું વ્રત અને તપ છે કોઈપણ કરેલા ધર્મ કાર્યનું ફળ હંમેશા મળે જ છે ઘણીવાર તરત તો ઘણી વાર પછી પણ મળે જરૂર છે.. શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.