રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ખંભાળીયા, વેરાવળ, રાજુલા, તાલાલા, જેતપુર, ઉના સહિત ગામે ગામ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો
વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના પ્રાગટ્યોત્સવની સૌરાષ્ટ્રભરમાં ખૂબ ધામધૂમથી ઉજવણી થશે. અક્ષયતૃતિયા (અખાત્રીજ)ના દિવસે અનેકવિધ ઠેરઠેર શોભાયાત્રા, બ્રહ્મ ચોથાસી, જનોઈ, મહાઆરતી, શુભકાર્યોનો આરંભ થશે તો આ દિવસે ભગવાન વિષ્ણુના મહાપૂજા સહિતના કાર્યક્રમો થોજાયા છે.
નવા શુભ કાર્યોના આરંભ: લગ્ન માટે, નવી ખરીદી માટે વણજોયું શુભ મુર્હુત ગણાય છે
રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ખંભાળિયા, વેરાવળ, રાજુલા, તાલાલા, જેતપુર, ઉના સહિત ગામેગામ શોભાયાત્રા સહિત કાર્યક્રમો યોજાશે.
રાજકોટમાં પેડકરોડ પર પાણીના ઘોડા પાસેથી બ્રહ્મસેના દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને પટેલવાડી, ભાવનગર રોડ, રામનાધપરા, હાથીખાના, પ્રહલાદ મેઈનરોડ, ત્રિકોણબાગ, માલવિયા ચોક, લીમડા ચોક, મોટી ટાંકી ચોક, જિલ્લા પંચાયત, રેસકોર્સ, બહુમાળી થઈને પંચનાથ મંદિરે વિરામ પામશે. રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે. ખંભાળિયામાં બ્રહ્મસમાજ કાર્યાલયથી મિલન ચાર રસ્તાથી શોભાયાત્રા નગર ગેઈટ, નવાપરા, જોધપુર ગેઈટ, બ્રહ્મપુરી ખાતે સંપન્ન થશે. સોમનાથમાં પરશુરામ મંદિરે સવારે યજ્ઞ, સાજે છ વાગ્યે પૂજન આરતી યોજાયેલ છે.
વેરાવળમાં 16 બટુકોની સમુહ જનોઈની કાશીયાત્રા, નવા રામમંદિર ટાવર, બસ સ્ટેન્ડ રોડ સુધી અમરેલીમાં ઠેરઠેર હોર્ડીંગ બેનર્સ લગાડાયા છે, ભજન સંધ્યાનું આયોજન થયું છે અને વિશાળ વરણાગીનું પ્રસ્થાન સાંજે5વાગ્યે નાગનાથ મંદિરથી થશે અને રાજમાર્ગો પર ફરી પરશુરામ મંદિરે પહોંચશે. રાજુલામાં ભવ્ય પરશુરામ ગેઈટ રાજુલા- છતડીયા રોડ પર થશે અને ભગવાનના નામ પર રોડનું નામકરણ થશે. તલાલામાં બપોરે 3 વાગ્યે બ્રહ્મસમાજમાં મહાપુજા બાદ 4-30એ શોભાયાત્રા નીકળશે જેમાં તલાલા ગીરના 45ગામોના વિપ્ર પરિવારો જોડાશે.
જેતપુરમાં વિશાળબાઈકરેલીનું આયોજન મંદિરથી થશે અને રાજમાર્ગો પર ડી.જે.ના તાલે પસાર થઈ ગાયત્રીમંદિરે બપોરે 12 વાગ્યે મહાઆરતી થશે. ઉનામાં ટાવરચોકમાં બ્રહ્મસમાજની વાડીએ ભવ્ય ઉજવણી થશે, શાસ્ત્રોક્ત પૂજન બાદ સાંજે 4 વાગ્યે શોભાયાત્રા નીકળશે જે પોસ્ટ ઓફિસ ચોક, એમ.જી.રોડ, લાઈબ્રેરી ચોક, બસ સ્ટેન્ડ વિસ્તાર થઈ ચોક, લુહાર ગાંધી ક્ધયા વિદ્યાલય પરિસરમાં પૂર્ણ થશે. જૂનાગઢમાં જાગનાથ મંદિરથી બહાઉદીન કોલેજ ગ્રાઉન્ડ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે. સમગ્ર રૂટ પર મંત્રોચ્ચાર, ગંગાજળ છંટકાવ થશે. આજે સાંઈબાબા મંદિર ખાતેથી બાઈકરેલી પણ યોજાઈ હતી જે દામોદર કુંડ પહોંચી હતી.
ગોંડલમાં ભુવનેશ્વરી પીઠ ખાતે સાંજે 6-30 વાગ્યે ઘનશ્યામજી મહારાજની નિશ્રામાં મહાઆરતી, પૂજનના કાર્યક્રમ પોજાયા છે જેમાં રામજી મંદિરના જેરામદાસ બાપુ સહિતના સંતો હાજર રહેશે. સાવરકુંડલામાં પરશુરામ સેના દ્વારા સમુહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ કણકીયાકોલેજ સામે બ્રહ્મપુરીમાં સવારે 7 વાગ્યે યોજાશે અને 8 વાગ્યે ભગવાન પરશુરામનું પૂજન થશે. 9 વાગ્યે શોભાયાત્રા, બટુક યાત્રા નીકળશે અને બ્રહ્મચોર્યાસીનું આયોજન કરાયું છે.