આજે વણજોયું મૂહર્ત અખાત્રીજ છે. ત્યારે લોકો પોત પોતાની પરિસ્થિતિ મુજબ ઓછા વધુ સોનાની ખરીદી કરશે. એવું કહેવાય છે કે અક્ષયતૃતીયાએ કરવામાં આવેલ ખરીદી, દાન પૂણ્ય, ધર્મનો કયારેય ક્ષય થતો નથી. આથી આજે સોનાની ખરીદીને શુકનવંતી ગણવામાં આવે છે. સોનાની દુકાનો જવેલર્સોમાં આજે ગ્રાહકો માટે ખાસ સ્કીમો પણ રાખવામાં આવી છે. દુકાનધારકોએ ગ્રાહકોને આકર્ષવા સોના-ચાંદીની અવનવી વેરાયટીઓ હીરા ડાયમંડ, રોઝગોલ્ડમાં જવેલરી તૈયાર કરી બજારમાં મૂકી છે.આજે દરેક લોકો નાની મોટી સોનાની વસ્તુની અચુક ખરીદી કરશે.
અખાત્રીજનો દિવસ ચિરંજીવી તીથી તરીકે પણ ઉજવાતો ત્યારે આજે લગ્ન, વાસ્તુ, ગૃહશાંતિ, સત્યનારાયણ ભગવાનની કથા જેવા શુભકાર્યો થશે. આ ઉપરાંત આજે જૈનો વર્ષિતપનો પ્રારંભ તથા પારણા કરશે. ઘણા તપસ્વીઓ સિધ્ધ ક્ષેત્રોમાં જઈને તપની પૂર્ણાહુતિ કરશે.