તારી કરૂણાનો કોઈ પાર નથી…

જામનગરનાં કલાકાર વિવેક ફલિયા કરશે કંઠના કામણ

‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક દર્શકોનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઈએ’માં રજૂ થતા કલાકારો પોતાનીઆગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્ર મુગ્ધ કરે છે. આપણા લોકસંગીતને વધુમા વધુ લોકો માણે સાથે સાથે ખૂબજ સારા અપ્રચલિત કલાકારોને પોતાની કળા છેવાડાનાં લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પૂરૂ પાડવા ‘અબતક’ ચેનલનો હંમેશા પ્રયાસ રહ્યો છે.

આજે ‘ચાલને જીવી લઈએ’ કાર્યક્રમમાં જામનગરના વિવેક ફલિયા રજૂ થશે. સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રસિધ્ધ હાસ્ય કલાકાર અને ગાયક વીનુ ચાર્લી અને ભજનીક જગમાલ બારોટને સાંભળી અને ગૂરૂ તૂલ્ય માનતા વિવેક ફલિયાએ અનેક ટોચના કલાકારો સાથે કાર્યક્રમો આપ્યા છે. જામનગરનાં જલારામ મિત્ર મંહળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ.

પ્રાચિન ભજનોને રજૂ કરવાની રૂચી ધરાવતા વિવેકે પોતાની કોઠાસૂજથી ભજનની કલામાં પોતાનો એક અનોખો વર્ગ ઉભો કર્યો છે.

જામનગર શહેર જિલ્લામાં અનેક સ્થળોએ ભજનના કાર્યક્રમો દ્વારા લોકોને ભાવવિભોર કર્યા છે. આજે રજૂ થનાર આ કલાકાર દ્વારા સંત બજરંગદાસ બાપા, માની આરાધના સાથે લોકગીત પણ રજૂ કર્યા છે. તો આવો આજે માણસુ વિવેક ફલીયાને ચૂકશો નહી ‘ચાલને જીવી લઈએ’

આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ

  • ભજન વીના મારી ભૂખ નહી ભાંગે…
  • જોલી મેરી ભરદે બગદાણા વાલે…
  • તારી કરૂણાનો કોઈ પાર નથી…
  • આભમાં ઉગેલ ચાંદલો…
  • સાયબોરે ગોવાળીયો…
  • કનૈયા મોરબી વાળા રે…
  • સીરે છે લોબળી…
  • તું તો ચારણની સરકાર…

ભજનની ભૂખ

સંતો મહાપૂરૂષોને હંમેશા ભજનની જ ભૂખ હોય છે અને સમરણ એ એમની તલપ હોય છે. એમ કહેવાય છેકે બગદાણા વાળા બજરંગદાસ બાપુની ઝોળીના ખીસ્સામા જાણે કે લક્ષ્મીજીનો વાસ હોય તેમ ખાલી થતી જ નહી… આ છે ભજનનો પ્રતાપ ચારણ કુળમાં ૯ લાખ જગદંબાઓનું પ્રાગટય થયું જેનો માત્ર ગુણાનુવાદથી દરેક પ્રકારની આધી, વ્યાધિને ઉપાધીમાંથી મૂકત થઈ શકાય આજે આવા ભજનો અને માની આરાધનાનો ગુણાનુવાદ રજૂ થશે જેના ભજનોની ભૂખ કાયમ રહે તેવી ઈચ્છા વ્યકત કરવી જરૂરી.

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.