સમગ્ર ભારત દેશ સ્વતંત્રતાની ખુશી મનાવી રહ્યો હતો, ત્યારે જૂનાગઢ નવાબ મહાબતખાન-ત્રીજાએ 15 મી ઓગસ્ટ, 1947 ના રોજ જૂનાગઢ રાજ્યના પાકિસ્તાન સાથેના  જોડાણની જાહેરાત કરતા રાજ્યની બહુમતી પ્રજાને આંચકો લાગ્યો હતો. જૂનાગઢના દિવાન શાહ નવાઝ ભૂટોની કાન ભંભેરણીથી નવાબના નિર્ણય સામે  સમગ્ર કાઠિયાવાડમાં ખળભળાટ મચી ગયો હતો.

આઝાદીની ચળવળ બાદ જૂનાગઢને હિંદમાં જોડવા માટે ત્રણ મહિના સુધી લડત ચાલી હતી

જે અંગેની સરદાર વલ્લભભાઈ પટેલ જવાહર નહેરુ અને વી.પી. મેનની ને જાણ થતા તેમણે નવાબ ઉપર આક્રમણ કરવાનો નિર્ણય કર્યો હતો જ્યારે બીજી બાજુ જુનાગઢ વાસીઓ બળવો કરવાના મૂડમાં આવી ગયા હતા અને આગેવાનો સાથે જુનાગઢ પહોંચ્યા હતા તે દરમિયાન જ જૂનાગઢના નવાબને મળવા સરદાર પટેલે સમય આપ્યો હોવા છતાં નવાબના દીવાને સરદાર વલ્લભભાઈ પટેલને નવાબ સાથે મળવા ન દીધા હતા, જે બાદ નવાબ સામે ચળવળ શરૂ થવા પામી હતી અને એક સેના બનાવાય હતી જે સેનાનું નામ આઝાદ જુનાગઢ ફોજ રાખવામાં આવ્યું હતું.

આરઝી હકૂમતને સંપૂર્ણ બંધારણીય સ્વરૂપ આપવાના હેતુથી તેમાં માત્ર જૂનાગઢ રાજ્યના લોકોને જ લેવાના હતા. આ સરકારના વડા તરીકે મહાત્મા ગાંધીજીના ભત્રીજા અને ‘વંદે માતરમ્’ દૈનિકના તંત્રી શામળદાસ લ. ગાંધીને નીમવામાં આવ્યા હતા. તેના પ્રધાનમંડળના અન્ય સભ્યો હતા ભવાનીશંકર ઓઝા, દુર્લભજી ખેતાણી, રતુભાઈ અદાણી, મણિલાલ દોશી, નરેન્દ્ર નથવાણી અને સુરગભાઈ વરુ. પછીથી શ્રીમતી પુષ્પાબહેન મહેતાને પણ પ્રધાનમંડળમાં લેવાયાં હતાં. આરઝી હકૂમતની સ્થાપનાના એક દિવસ અગાઉ ગાંધીજીએ પણ પ્રાર્થનાસભામાં કહેલું, ‘જૂનાગઢ સે પાકિસ્તાન કો જાના ચાહિયે.’

બાદમાં આરઝી હકૂમતનું પ્રધાનમંડળ તેની સ્થાપના પછીના ત્રીજા દિવસે મુંબઈથી રાજકોટ આવ્યું અને તુરત બે દિવસ બાદ (30 સપ્ટેમ્બરે) રાજકોટમાંનું ‘જૂનાગઢ હાઉસ’ (હાલનું સરદારબાગ અતિથિગૃહ) કબજે કરી, રાજકોટમાં પોતાનું સચિવાલય પણ સ્થાપ્યું. ત્યારબાદ તેણે જૂનાગઢના આર્થિક બહિષ્કારના કાર્યક્રમને અસરકારક બનાવવા ખૂબ જહેમત લીધી હતી. તે સાથે સૌરાષ્ટ્ર તેમજ ભારતનાં અનેક મોટાં શહેરોમાં જૂનાગઢ બહિષ્કાર સમિતિઓ રચાઈ હતી.

ત્યારબાદ તા. 24 ઓકટોબર વિજયા દશમીના દિવસે આરજી હકુમતે સૌપ્રથમ અમરાપુર ગામ પર કબજો મેળવ્યો હતો. અને આરજી હકુમતના કાર્યકરો સેનાનીઓ અને સમર્થકો એક પછી એક ગામ કબજે કરવા લાગ્યા હતા આ લડત સતત ત્રણ મહિના ચાલી હતી, અંતે લોકશક્તિનો વિજય થયો હતો અને જૂનાગઢના નવાબે 24 ઓક્ટોબર 1947 ના દિવસે નવાબ પોતાના કુટુંબીજનો અને અન્ય લેખો સાથે કેશોદ એરપોર્ટ ખાતેથી કરાચી ભાગી જવા મજબૂર બન્યો હતો, અને નવાબે જુનાગઢ રાજ્ય છોડી દેતા અંતે 9 મી નવેમ્બર 1947 ના રોજ જુનાગઢ આઝાદ થયો હતો.

1947 ની નવની નવેમ્બરે સાંજે હિન્દી સંઘના સૈન્ય મજેવડી દરવાજામાંથી પ્રવેશ કર્યો હતો અને સૌ પ્રથમ ઉપરકોટમાં તિરંગો લહેરાયો હતો, ત્યારબાદ 13  નવેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જૂનાગઢની મુલાકાત દરમિયાન બહાઉદીન કોલેજના મેદાનમાં લોકમત લેવામાં આવ્યો હતો. જેમાં અમુક લોકોના મત સિવાય મોટાભાગના લોકોએ ભારતમાં જોડાવાનો મત આપ્યો હતો અને જુનાગઢ વિધિવત રીતે ભારત દેશમાં જોડાયું હતું.

એક વાત મુજબ 9 મી નવેમ્બર 1947 ના દિવસે જુનાગઢ અંગ્રેજો અને નવાબોની ચુંગાલમાંથી મુક્ત થતાં જુનાગઢમાં દિવાળી જેવો માહોલ હતો અને ઘરે ઘરે લાપસીના આંધણ મુકાયા હતા તથા ઠેર ઠેર જય હિન્દ જય હિન્દના નારાઓ દિવસો સુધી ગુંજતા રહ્યા હતા.

નવમી નવેમ્બર છે જે જુનાગઢનો મુક્તિ દિન છે. ત્યારે જુનાગઢ ની આઝાદી સાથે જોડાયેલા ખાસ સ્થળ બહાઉદીન કોલેજ ખાતે મહાનગરપાલિકા દ્વારા સવારે 10 કલાકે મેર સહિતના પદાધિકારીઓને આદત અધિકારીઓ દ્વારા વિજય સ્તંભની પૂજન વિધિ કરવામાં આવશે અને રાત્રે 7 કલાકે ભવ્ય આતશબાજી નો કાર્યક્રમ પણ યોજાયો છે.

આરજી હકમતની લડતમાં અનેક નામી અને અનામી આગેવાનો -સ્વાતંત્ર વીરો જોડાયા હતા. એમાંના એક બિલખાના દુર્લભજીભાઈ નાગ્રેચાનું પણ યોગદાન હતું. તેઓ આરજી હુકુમતના ગુપ્તચર વિભાગમાં સેવા આપી હતી અને તેમના પત્ની વિજયાલક્ષ્મી બેને મહિલાઓમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કર્યું હતું.

જુનાગઢ ના નવાબને કાબુમાં લેવા માટે જૂનાગઢની આર્થિક નાકાબંધી કરવાનો રાજકોટમાં કાઠીયાવાડ રાજકીય પરિષદની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. કારણ કે, 1945 ના વર્ષમાં સૌરાષ્ટ્ર પ્રાંતની નવાબને સૌથી વધુ આવક રૂ. 1.45 કરોડ હતી. જેથી આ આવક બંધ કરી નવાબને આર્થિક રીતે ભીળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.જૂનાગઢને આઝાદ કરવા માટે આરસી હકુમતની રચના કરવામાં આવનાર હતી ત્યારે આ અરજી હકુમતની રચના નેતાજી સુભાષચંદ્ર બોઝ ના નેતૃત્વમાં સ્થપાયેલા આઝાદ હિન્દ ફોજને અનુસરીને કરવામાં આવી હતી અને તેનું સુકાન અમૃતભાઈ શેઠને સોંપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.