પૂ.દિપકભાઈ દ્વારા આપ્તવાણી-૧ પુસ્તકના ‘અંત:કરણ’ વિષય પર પારાયણ યોજાયું
અંદરની જોવા જેવી દુનિયા નિહાળવાના દિવ્યચક્ષુના દાતા અને અક્રમ વિજ્ઞાનના પ્રણેતા પરમ પૂજય દાદા ભગવાનનો ૧૧૧મો જન્મદિવસ એટલે ૨૨ નવેમ્બરનો કારતક સુદ ચૌદસનો પાવન દિવસ. અનંત અવતારની શોધના ફળપે, દાદા ભગવાનને સ્વપનું જે જ્ઞાન લાઘ્યું હતું તે જ જ્ઞાન જગતમાં ફેલાવવાની તેમની ભાવના હતી.
તેઓ કહેતા કે બહાર જે દેખાય છે તે ‘અંબાલાલ પટેલ’નો દેહ છે અને તેમાં પ્રગટ થયા તે ‘દાદા ભગવાન’ જન્મજયંતિના દિવસે પૂર્ણ સ્વપેરૂ પ્રગટ હોય છે. તેથી આ દિવસે તેમના દર્શનનું અને મહત્વ છે. આજે સવારે ૮ થી ૯ પરમ પૂજય દાદા ભગવાનનું પુજન, વિધિ અને આરતી થશે. ત્યારબાદ વર્તમાન જ્ઞાનીપુરુષ, પૂજય દીપકભાઈના દર્શન સવારે ૧૦ થી ૧ અને સાંજના ૫ થી ૮ દરમિયાન રહેશે. અહીં વિધિ અને કિર્તન ભકિતના ગુંજન વચ્ચે સર્જાતા અલૌકિક વાતાવરણમાં જ્ઞાનીની વિતરાગના ચરણ સ્પર્શ દર્શનનો સવાર-સાંજ અપૂર્વ લ્હાવો મળશે.
અડાલજના ત્રિમંદિરના પ્રાંગણમાં પરમ પૂજય દાદા ભગવાનની ૧૧૧મી જન્મજયંતી નિમિતે ઉભી થયેલી જોવા જેવી દુનિયામાં બહાર થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક દ્વારા સુખી જીવન જીવવાની કુંચીઓ તો મળે જ છે. સાથે સાથે પોતાની અંદરની રહસ્યમય દુનિયા જોવાની અંતર્મુખી દ્રષ્ટિ પણ પ્રાપ્ત થાય છે.
આ મહોત્સવના ૧૧ દિવસોમાં રોજેરોજ દાદા ભગવાન પરિવારમાં યોજાતી સત્સંગ પ્રવૃતિની ઝાંખી મળે છે. જેમાં દાદાની રેકર્ડ થયેલી જીવંત વાણીને સંકલિત કરીને પ્રકાશિત થયેલ આપ્તવાણી પુસ્તકનું પારાયણ એક મહત્વનો ભાગ છે. ગઈકાલે જોવા જેવી દુનિયાને સમજવા પૂજય દીપકભાઈ દ્વારા આપ્તવાણી-૧ પુસ્તકના ‘અંત:કરણ’ વિષય ઉપર પારાયણ થયું હતું.
આ સત્સંગમાં જયાં ભૌતિક વિજ્ઞાન નથી પહોંચી શકયું તેવા અંત:કરણ એટલે કે મન, બુદ્ધિ, ચિત, અહંકારની રહસ્યમય સમજણ આઘ્યાત્મિક વિજ્ઞાનની દ્રષ્ટિએ મળી હતી. આ અંત:કરણની પ્રેકિટકલ ઉદાહરણ દ્વારા સમજણ થીમ પાર્કમાં અક્રમ લેબ પ્રદર્શનમાંથી પણ મળે છે. આ ઉપરાંત સાંજે ૫ થી ૭:૩૦ વાગ્યે પૂજય પ્રતિક્રમણ વિષય ઉપર સત્સંગ કર્યો હતો. પ્રતિક્રમણ એટલે દોષ થાય કે તરત જ સ્વીકાર કરી, ભાવથી મનમાં માફી માંગી લેવી અને ફરી આવી ભુલ ના થાય તેવો નિર્ણય કરવો. ૨૩ જેટલા મલ્ટીમીડિયા શોને જોવા આવતા રોજના ૫૦,૦૦૦થી વધુ મુલાકાતીઓ દ્વારા અદભુત પ્રતિસાદ મળ્યો છે.
અક્રમ લેબ-જાણો વિજ્ઞાન, બનો વિજ્ઞાની
અક્રમ લેબ એટલે ભૌતિક વિજ્ઞાનના કુલ ૩૩ પ્રયોગો દ્વારા સરળ શૈલીમાં, આઘ્યાત્મના ગૂઢ રહસ્યો જેવા કે સ્થળ શરીર, સુક્ષ્મ અંત:કરણ, આત્મા-અનાત્માના ગુણધર્મો વગેરેનું તેમજ વ્યવહારિક જ્ઞાનનું એક વૈજ્ઞાનિક પ્રદર્શન જેમાં વ્યવહારના ગુંચવાડામાં સમાધાનકારી પ્રેકિટકલ સમજણ પણ મળે છે.
અક્રમ લેબમાં શરીરની પાચનક્રિયાને મશીનરી મોડેલ દ્વારા ભ્રાંતિનું સ્વપ ઓડિયો વિઝયુઅલ ઈલ્યુઝનના માધ્યમથી તેમજ કર્મની થીયરી પાણીની ટાંકીના મોડેલ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આત્માનું શરીરમાં સ્થાન, અરીસા જેવું સ્વપ, આત્માના અવ્યાબાધ, ટંકોત્કીર્ણ વગેરે ગુણોને વૈજ્ઞાનિક પ્રયોગોના માધ્યમથી દર્શાવ્યા છે.
દાદાશ્રીના વ્યવહારજ્ઞાનના સુત્રો જેવા કે અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવ્હેરની સમજણ કાઉન્ટર-પુલી, કાઉન્ટર-વેઈટના મોડેલથી અને અસરકારક એકટીવીટીના માધ્યમથી દર્શાવવામાં આવ્યા છે. પૂજય દાદાના ૨ કલાકના આત્મ-અનાત્માના ભેદવિજ્ઞાનના પ્રયોગ એટલે કે જ્ઞાનવિધિની પ્રક્રિયા પણ એક મેગ્નેટિક મોડેલ દ્વારા દર્શાવી છે. આ આંતરિક અને બાહ્ય અમૂલ્ય જોવા જેવી દુનિયા માણી શકાય છે.