વિશ્ર્વભરના લાખો દાઉદી વ્હોરા સમાજના દિવગંત બાવનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) ડો.સૈયદના અબુલ કાઈદ જોહર મોહંમદ બુરહાનુદીન સાહેબ (રિ.અ)ની આજે અંગ્રેજી તારીખ મુજબ ૧૦૪મી જન્મજયંતિ હોવાથી લાખો દિલોમાં ધબકતા આ સિતારાને વ્હોરા સમાજ આજે ગર્વભેર યાદ કરશે. ઈ.સ.૧૯૧૪માં દેહવિલય પામનારા માનવતાવાદી ડો. સૈયદના સાહેબએ એક ધર્માચાર્ય તરીકે વ્હોરા સમાજમાં વર્ષો સુધી એક એવી સેવા આપી જેના કારણે સમાજ તંદુરસ્ત બન્યો અને સાથોસાથ ગરીબ, બેરોજગારને પણ બળ મળ્યું તેમણે આરોગ્ય, શિક્ષણ, ધાર્મિકતા, ઈમાનદારી, રહેઠાણ જેવા માનવજીવનને સ્પર્શતા પ્રશ્ર્નો પણ ખાસ ધ્યાન આપ્યું. ખાસ કરીને તેમણે સમાજના લોકોને એક ટકનું વિનામૂલ્યે ભોજન મળી રહે તે યોજનાના અમલથી છેલ્લા છ વર્ષથી વિશ્વના અનેક દેશોના હજારો વ્હોરા પરિવારોને આજે પણ ઘર બેઠા તૈયાર ભોજન મળી રહ્યું છે. આવા માનવતાવાદી સંતની આજે જન્મજયંતિ પ્રસંગે લાખો વ્હોરા અનુયાયીઓ યાદ કરશે
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આશાનું કિરણ જોવા મળે, નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો.
- ISROએ રચ્યો ઇતિહાસ: શ્રીહરિકોટાથી સ્પેડડેક્સ મિશન કર્યું લોન્ચ: જાણો શું છે આ મિશન
- નગરો-મહાનગરો સહિત શહેરી ક્ષેત્રના સમ્યક વિકાસનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ
- BZ ગ્રુપ કૌભાંડ મામલે CID ક્રાઈમની તપાસમાં ખુલાસા
- સુરત: હથિયારો સાથે રીલ્સ બનાવતા ચાર ઈસમોની ધરપકડ
- Gensol Ezio રિવર્સ ઇલેક્ટ્રિક ટ્રાઇક ભારત મોબિલિટી એક્સ્પો 2025માં કરશે ડેબ્યૂ …
- Surat: મોટી ક્રેન નાની ક્રેન પર પડતા, 1નું ક્રેન ચાલકનું મો*ત
- તમારા બજેટમાં ફરો વિદેશ !! આ દેશોમાં વિઝા વગર જઈ શકશો