સદ્ભાવના વૃદ્ધાશ્રમનું વૃક્ષારોપણ અભિયાન: પર્યાવરણ પ્રેમીઓ ‘અબતક’ની મુલાકાતે
વૃક્ષોને રક્ષણ આપવા માટે તેને કંટાળી વાળ કે પીંજરાની ખૂબ જ જર હોય, તેવા સંજોગોમાં રાજકોટની હદમાં લોખંડના પીંજરા મેળવવા મુશ્કેલ હોય છે. આવા સમયે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા લીમડો, અર્જુન, સાદર, ઉમરો, પુત્ર જુવા, વડ, પીપર, જાંબુડી, રાવણો, રાયણ, ચંદન, કણંજ, કણજી, ખાટી આંબલી, પીપડો, પારસ પીપળો, બીલી આંબળા, સીતાફળ, જામફળ, બોરસલી, કાસીદ, ગુલમહોર, બદામ, સીસુ, દાડમ, મોઠો, લીમડો, ગરમાળો, બેહુડા, સરગવો, ગુંદો, સરુ, સવન, નીલગીરી, સેતુરના ૫ થી ૭ ફુટના વૃક્ષો ૬ ફુટનું લાકડાના પીંજરા સાથે માત્ર ૧૦૦ પિયાના ટોકન દરે લોકોને આપવામાં આવે છે. જેથી અત્યારે હાલમાં વિશ્ર્વની વ્યકિતદિન ૨૦ પીંજરા સુધી આપવામાં આવશે.
હાલમાં માનવ સેવા ટ્રસ્ટ (સદ્ભાવના વૃદ્ધાશ્રમ) દ્વારા પડધરી તાલુકાનાં રોડની બંને સાઈડમાં અને ખરાબાની જગ્યામાં છેલ્લા ત્રણ વર્ષથી વૃક્ષારોપણ ચાલુ છે. ખાડા ખોદીને તેમાં ખાતર નાખીને તેમાં ૩ ફુટથી ૧૦-૧૧ ફુટ સુધીના અલગ-અલગ વૃક્ષો ઔષધી, જંગલી, ફળાવ શોભાના આવા અલગ-અલગ જાતના ૧,૭૫,૦૦૦/-થી વધારે એકલા હાથે વાવેતર કરીને તેને રેગ્યુલર પાણી ૧૦ ટ્રેકટર ટાંકા દ્વારા રાત દિવસ વૃક્ષોને પાણી પાવામાં આવે છે અને ૧૦૦થી વધુ લોકો વૃક્ષારોપણ અને તેની માવજત કરવા માટે રાખેલી છે તો આવા વિશ્ર્વઆખામાં ખૂબ જ ચિંતા છે તેવા સંજોગોમાં પીંજરા સાથે વૃક્ષો લઈને ઉગાડીને ઉછેરવા માટે અપીલ કરાઈ છે.
વિશેષ માહિતી માટે તેમજ રાજકોટ શહેરમાં લાકડાના પીંજરા સાથે ૪ થી ૫ ફૂટના વૃક્ષો માત્ર ૧૦૦ પિયામાં મેળવવા માટે બ સદ્ભાવના વૃદ્ધાશ્રમ, રામાપીર ચોકડીથી આગળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ. મો.૮૦૦૦૨ ૮૮૮૮૮, ૮૫૩૦૧ ૩૮૦૦૧, ફોન. ૦૨૮૧-૬૫૭૬૫૭૧ ઉપર સંપર્ક કરવો. સમગ્ર આયોજન અંગે માનવ સેવા ટ્રસ્ટ (સદ્ભાવના વૃદ્ધાશ્રમ)ના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા, દિનેશભાઈ પટેલ, રાજેશભાઈ પાપરા, મિતલ ખેતાણી સહિતના પર્યાવરણપ્રેમીઓની ટીમ ‘અબતક’ની મુલાકાતે આવી હતી.