મોટા ભાગે બાળકો પેસિવ સ્મોકિંગનો ભોગ બનતાં હોય છે જેની અસર તેમના શારીરિક અને માનસિક વિકાસ બન્ને પર પડે છે. ગઈ કાલે આપણે અપર બોડીમાં રહેલાં વિવિધ અંગો પર તમાકુની અસર વિશે જાણ્યું. આજે લોઅર બોડી એટલે કે કમર અને એનાી નીચેના ભાગમાં તમાકુને લીધે કયા રોગો થઈ શકે છે એ વિશે જાણીએ અને એ સિવાય બાળકો, સ્ત્રીઓ અને પુરુષોમાં તમાકુ અલગી કઈ રીતે અસર કરે છે એ પણ જોઈશું
તમાકુ એક ધીમું ઝેર છે જે શરીરમાં જઈને તરત ભલે મજા આપતું હોય, પરંતુ લાંબા ગાળે એને કારણે શરીર અંદરી ખવાઈ જાય છે. આ એક એવું ઝેર છે જે શરીરના બધા જ અવયવો પર પોતાની છાપ છોડે છે અને દરેક અંગને નાના-મોટા અંશે નુકસાન પહોંચાડે છે. તમાકુથી તાત્કાલિક મળતા આનંદના મોહને કારણે લાંબા ગાળે થતા હેલ્થના મોટા નુકસાનને અવગણવાની ભૂલ આપણેન કરીએ એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. આપણે અપર બોડી એટલે કે માથાથી લઈને છાતી સુધીના શરીર પર તમાકુની અસર જોઈ, આજે કમરી નીચેની લોઅર બોડીમાં રહેલાં અંગો પર તમાકુની કેવી અસર થાય છે એ વિશે જાણીશું બોમ્બે હોસ્પિટલના ચેસ્ટ ડિપાર્ટમેન્ટનાં હેડ ચેસ્ટ ફિઝિશ્યન ડોકટર પાસેથી.
પેટ
૧. આપણે જોયું કે તમાકુને લીધે ભૂખ મરી જાય છે, જેની અસર પાચનતંત્ર પર પડે છે. જે લોકો તમાકુનું સેવન વધુપડતું કરતા હોય તેમનું પાચનતંત્ર નબળું પડી જાય છે.
૨. પેટ એક મોટી જગ્યા છે, જેમાં એકસો ઘણાંબધાં અંગો જોડાયેલાં છે. નાનું અને મોટું આંતરડું, લિવર, સ્વાદુપિંડ બધાંનો સમાવેશ થાય છે. આ દરેક ભાગ અલગ છે અને એનું કાર્ય પણ અલગ છે, પરંતુ આ બધા જ ભાગો એકબીજા સો સંકળાયેલા છે. તમાકુને લીધે આ બધા જ ભાગોનું કેન્સર વાનું રિસ્ક વ્યક્તિ પર રહે છે.
પેન્ક્રિયાસ
૧. પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ, જેનું મુખ્ય કામ હોય છે ઇન્સ્યુલિન બનાવવાનું. પરંતુ જે લોકો તમાકુનું સેવન કરે છે તેમનામાં સમય જતાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે, જેને લીધે તેઓ ટાઇપ-૨ ડાયાબિટીઝનો ભોગ બની શકે છે. જે લોકો નાની ઉંમરી સ્મોકિંગ ચાલુ કરી દે છે તેમના પર નાની ઉંમરમાં જ એટલે કે ૩૦ વર્ષે ડાયાબિટીઝ વાનું રિસ્ક વધુ હોય છે. નાની ઉંમરે તો ડાયાબિટીઝ વ્યક્તિ પર હાર્ટ-અટેક કે બ્રેઇન-સ્ટ્રોક જેવા જીવલેણ રોગોનો ખતરો વધારે છે.
કિડની અને મૂત્રમાર્ગ
૧. તમાકુની કિડની પર પણ અસર થઈ શકે છે. કિડની સાથે જોડાયેલો મૂત્રમાર્ગ, જેમાં મૂત્રવાહિની અને મૂત્રાશય મુખ્ય છે એમાં પણ એની અસરને કારણે કેન્સર થઈ શકે છે. કિડનીનું કેન્સર એક સાયલન્ટ કિલર સાબિત થાય છે.
પગ
૧. પેરિફેરલ વેસ્ક્યુલર ડિસીઝ નામે એક રોગ છે જે વ્યક્તિના પગને અસર કરે છે. તમાકુ આ રોગ પાછળનું મહત્વનું કારણ છે. લોહીની નળીઓ ડેમેજ વાને લીધે વારંવાર રિપેર થાય અને એમાં સાંધા આવે તો આ નળીઓ કડક તી જાય છે અને સાંકડી બની જાય છે, જેને ઍરોસ્ક્લેરોસિસ કહે છે. તમાકુને કારણે ઍરોસ્ક્લેરોસિસ થાય છે એટલું જ નહીં, લોહી એકદમ જાડું થઈ જાય છે.
નળી સાંકડી અને લોહી જાડું આ બન્ને પરિસ્થિતિને કારણે પગના જે નાના ભાગો છે જેમ કે આંગળી કે અંગૂઠો જેનાથી નસો સાવ નાની અને પાતળી છે એને લોહી પહોંચતું નથી. આ રોગ જ પેરિફેરલ વેસ્ક્યુલર ડિસીઝ છે. એને લીધે ગેન્ગ્રીન થઈ જાય છે. પગ કાપવો પડે એવી હાલત પણ ઈ જાય છે.
સ્કિન
૧. સ્મોકિંગને કારણે સ્કિનનું એજિંગ ઝડપી થવા લાગે છે. કોઈ પણ વ્યક્તિ, જેને આ આદત હોય તે ઉંમર કરતાં વધુ મોટી દેખાતી હોય છે.
૨. આ સિવાય સ્મોકિંગને કારણે ત્વચા લચી પડે, એનો કલર બદલાઈ જાય અને કરચલીઓ વધી જાય છે.
૩. આંગળીઓ પણ પીળી અને બ્રાઉન રંગની થઈ જાય છે.
લોહી
૧. આમ તો બધા જ પ્રકારનાં કેન્સર વાની શક્યતા તમાકુને કારણે વધી જ જાય છે. ઊલટું એમ કહીએ કે મોટા ભાગનાં કેન્સર પાછળનું કારણ તમાકુ જ છે તો અતિશયોક્તિ ની. એમાં પણ લોહીના કેન્સર પાછળ તમાકુ એક અત્યંત મહત્વપૂર્ણ કારણ છે. બ્લડ- કેન્સર એક એવી બીમારી છે જેનો ઇલાજ સરળ નથી અને મોટા ભાગે એ જીવલેણ જ નીવડે છે અને આ રોગ તમાકુનું સેવન કરતી વ્યક્તિને થવાની શક્યતા ઘણી વધારે છે.
રોગપ્રતિકારક શક્તિ
૧. જે લોકો તમાકુનું સેવન કરતા હોય તેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય છે. તેમને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન વાની શક્યતા સામાન્ય વ્યક્તિ કરતાં વધુ જ હોય છે. ખાસ કરીને અમુક રિસર્ચ એવું જણાવે છે કે ઇન્ફ્લુએન્ઝા નામનું વાઇરલ ઇન્ફેક્શન આ લોકોમાં વાનું રિસ્ક ઘણું વધારે રહે છે.
બાળકો, સ્ત્રીઓ અને પુરુષો વિશે તમાકુના સેવન બાબતે કેટલીક ખોટી માન્યતાઓ
બાળકો
બાળકો તમાકુનું સેવન નથી જ કરતાં એ માન્યતા ભૂલભરેલી છે. ઘણા પ્રદેશોમાં, ઘણાં ઘરોમાં અને ખાસ કરીને જાગૃતિનો અભાવ હોય એવી જગ્યાએ રહેતાં નાનાં બાળકો પણ તમાકુનું સેવન કરે છે. પણ રેશિયો જોવા જઈએ તો એક પુખ્ત વયની વ્યક્તિની જેમ એક બાળક તમાકુનું સેવન કરતું નથી, પરંતુ મોટા ભાગે તે પેસિવ સ્મોકિંગનો ભોગ બનતું હોય છે. માતાના ગર્ભથી લઈને પુખ્ત બને ત્યાં સુધી જો તે પેસિવ સ્મોકિંગનો ભોગ બનતું રહે તો તેના શારીરિક-માનસિક વિકાસમાં ઘણી બીજી તકલીફ આવી શકે છે. એ વિશે જણાવતાં ડોકટર કહે છે, સ્મોકિંગના ધુમાડાને કારણે નાનાં બાળકોમાં કફની સમસ્યા રહે છે, જેને લીધે તેમની નાજુક એવી કાનની ટીુબ અસરગ્રસ્ત થાય છે અને એમાં ઇન્ફેક્શન આવી શકે છે. જન્મી લઈને ૮ વર્ષ સુધી બાળકનાં ફેફસાં ડેવલપ થતાં હોય છે. આ સમય દરમ્યાન જો તેમનાં ફેફસાંમાં કેમિકલ્સ જાય તો ફેફસાંના વિકાસમાં અડચણ આવી શકે છે. તેમને શ્વાસની તકલીફ, જેને બ્રોન્ક્યોલાઇટિસ કહે છે એ ઈ શકે છે અને એને કારણે ભવિષ્યમાં અસ્મા જેવા રોગો પણ થઈ શકે છે. આ સિવાય પેસિવ સ્મોકિંગને કારણે બાળકોમાં ન્યુમોનિયાનું રિસ્કપણ ખૂબ વધારે રહે છે.
સ્ત્રીઓ
સ્ત્રીઓ પણ તમાકુનું સેવન કરતી જ હોય છે. ઊલટું આજકાલ સ્ત્રીઓમાં સ્મોકિંગનું પ્રમાણ વધ્યું છે. સ્ત્રીઓમાં આ કુટેવ કઈ રીતે અસર કરે છે એ સમજાવતાં ડોકટર કહે છે, સ્ત્રીઓમાં તેમની એગ ક્વોલિટી પર અસર પડે, તેમનું માસિક અનિયમિત થઈ જાય, તેઓ ઇન્ફર્ટિલિટીનો ભોગ બને. જો પ્રેગ્નન્સી રહે તો પણ ડિલિવરી થઈ જાય, મિસકેરેજ થાય, બાળક દુર્બળ જન્મે કે મરેલું જન્મે, બાળકનું મગજ અવિકસિત રહે કે મેન્ટલી રિટાર્ડેડ બાળક જન્મે. આવી સ્ત્રીઓમાં મેનોપોઝ સમય કરતાં જલદી આવી જાય, જેને લીધે ઑસ્ટિયોપોરોસિસનો ખતરો તેમના પર નાની ઉંમરે આવે અને તેમને હિપ ફ્રેક્ચર થવાની શક્યતા વધી જાય.
પુરુષ
અમુક રિસર્ચ એવું જણાવે છે કે પુરુષોમાં સ્મોકિંગને કારણે સેક્સ પ્રત્યેની ઇચ્છામાં ઘટાડો થાય છે. પુરુષોમાં તમાકુને લીધે બીજી કેટલીક તકલીફો વિશે વાત કરતાં ડોકટર કહે છે, તમાકુને કારણે પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન થાય છે. એટલે કે સેક્સ માટેની એમની ઉત્તેજના ઓછી પડવાને લીધે તેમનું શિરન કડક તું જ ની. તમાકુની અસર શુક્રકોષો પર પણ પડે છે. આ બધાને કારણે પુરુષમાં નપુંસકતા આવી શકે છે.