મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પીઆઇ એમ.વી. ઝાલા, પી.એસ.આઈ આર.પી. જાડેજા તેમજ વાંકાનેર સીટી પોલીસ દ્વારા રાતીદેવરી ગામે સીમ વિસ્તારમાં ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપી પાડેલ છે અગાઉ પણ વાંકાનેર સીટી પોલીસે શહેર વિસ્તારમાંથી તમાકુની ફેક્ટરી ઝડપી હતી.
આ ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાતા વાંકાનેર પંથકમાં તમાકુના વેપારીઓમાં ફફડાટ મચી ગયેલ છે. મળતી માહિતી મુજબ વાકાનેર સીટી પોલીસે રાતીદેવરી ગામની સીમમાં આવેલ વાડીના રૂમમાંથી ડુપ્લીકેટ બાગબાન તમાકુનો મોટો જથ્થો ઝડપી પાડેલ છે અને વાડી માલિકના ઘર પર છાપો મારતાં ત્યાં પણ મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાની મશીનરી, કેમિકલ, તમાકુ, તમાકુના ખાલી તેમજ ભરેલા ડબ્બા, તમાકુના ખાલી પાઉચના રોલ તેમજ કેમિકલ અને અન્ય વસ્તુઓ સાથે કુલ મુદ્દામાલ રૂ. ૯૨૯૧૫૦ થી વધુનો ઝડપી પાડી વાડી માલિક ઉસ્માનગની રહે. રાતીદેવળી વાળા વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની શોધખોળ આદરી છે તેમજ આ ડુપ્લીકેટ તમાકુ કોને કોને વેચાણ કરતાં અને આ ફેક્ટરીમાં કાેણ-કોણ સામેલ છે તે બાબતની વધુ તપાસ વાંકાનેર સીટી પીએસઆઇ આર. પી. જાડેજા ચલાવી રહ્યા છે.