રાજસ્થાનનાં ચુરુમાં સૌથી વધારે ૪૮.૯ ડિગ્રી તાપમાન નોંધાયું
રવિવારે સમાન હવામાનનાં પગલે સોમવારે ઉતર અને મધ્ય વિસ્તારોમાં તીવ્ર ગરમીની ભારતે ચેતવણી આપી હતી. હવામાનની મોનીટરીંગ વેબસાઈટ ઈઆઈ ડોરાડો અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વનાં ૧૫ સૌથી ગરમ સ્થળોમાં ભારત અને પાડોશી દેશ પાકિસ્તાન પણ હતા. રાજસ્થાનનાં ઉતર રાજયનાં પશ્ચિમમાં આવેલ રેકોર્ડમાં હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ સોમવારે ૪૮.૯ સેલ્શીયસ તાપમાન હતું.
ચુરુનાં જિલ્લા મેજીસ્ટ્રેટ રામરાતન સાંકરિયાએ જણાવ્યું હતું કે, ગરમીનાં તરંગ સલાહકારે અને સરકારી હોસ્પિટલોએ વધારાની એર કંડિશનર્સ, કુલર્સ અને દવાઓ સાથે કટોકટીનાં સાધનો તૈયાર કર્યા છે તેમાં સોનારિયાએ કહ્યું હતું કે, ચુરુનાં રસ્તાઓ જે થાર રણના પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે તેની પર પાણી રેડવામાં આવ્યું છે. જેથી તાપમાન ઓછું થાય અને વાતાવરણમાં થોડી ઠંડક અનુભવી શકાય તેમજ રાજયનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજસ્થાનનાં સિકર જિલ્લાનાં એક ખેડુતનું રવિવારે હીટસ્ટ્રોકનાં લીધે મૃત્યુ થયું હતું. મીડિયાનાં શુક્રવારનાં અહેવાલ મુજબ દક્ષિણનાં તેલંગણા રાજયમાં હીટવેવનાં કારણે છેલ્લા ત્રણ અઠવાડિયામાં ૧૭ લોકો મૃત્યુ પામ્યા હતા.
રવિવારે નવી દિલ્હીમાં ૪૪.૬ સેલ્શીયસને તાપમાન સ્પશર્યું હતું. આથી ફુડ ડિલીવરી એપ્લિકેશન ઝોમેટોએ તેના ગ્રાહકોને ડિલીવરી સ્ટાફને ઠંડા પાણીનાં ગ્લાસથી આવકારવા કહ્યું. પશ્ચિમ રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં કેટલાક સ્થળો પર સોમવારે હિટવેવની ચેતવણી આપવામાં આવી હતી. હવામાન ખાતાએ ગયા મહિને જણાવ્યું હતું કે, છઠ્ઠી જુનથી દક્ષિણી કિનારે ચોમાસું શરૂ થવાની સંભાવના છે. ભારતની એકમાત્ર ખાનગી ફોરકાસ્ટ સ્ક્રીમેટે જણાવ્યું હતું કે, ત્રણ મહિના પૂર્વે ચોમાસું જે ૩૧ મેનાં રોજ પુરુ થયું હતું તે છેલ્લા ૬૫ વર્ષોમાં બીજા ક્રમનું સૌથી શ્રેષ્ઠ હતું. રાષ્ટ્રીય સરેરાશ ૧૩૧.૫ એમએમની સામે સિઝનનો સામાન્ય સરેરાશ ૯૯ એમએમ હશે.