ઘણાં લોકો એવું વિચારતા હશે કે કોરોના મહામારીના સમયમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે તેમજ અન્ય નાના મધ્યમ વર્ગીય લોકોને ફટકો પડયો છે. બજારમાં રૃપિયાની તરલતાની જરૂરીયાત વર્તાઈ રહી છે તો સરકારે રૂપિયાની નોટો છાપી છાપી બસ બજારમાં નાણાં ઠાલવી દેવા જોઈએ…. પણ આમ થતું કેમ નથી ? રિઝર્વ બેન્ક કેમ નોટો છાપી બધાને પૈસા નથી આપી દેતી ? પણ નાણાંકીય ક્ષેત્રે આમ કરવું યોગ્ય છે ખરા ? આનો જવાબ છે ના… કારણ કે બજારની સ્થિતિ, ભાવવધારો ઈંફ્લેશન વગેરે સંતુલન રાખવું ખૂબ જરૂરી છે. ત્યારે જો બજારમાં તરલતા લાવવા નાણાં એક સાથે છાપી દેવામાં આવે તો મની ડિવેલ્યુએશન થાય છે એટલે કે આપણા ચલણની કિંમત ઘટી જાય છે.
ઘરેલું ઉત્પાદન અને તેની કિંમત કરતા વધુ નાણાં પ્રવાહ બજારમાં વહેતો થઈ જાય તો ફુગાવો અનિયંત્રિત બને અને કરન્સીનું અવમૂલ્ય થાય જે અર્થતંત્ર માયે મોટા નુકશાન સમાન
બજારમાં તરલતા લાવવા તેમજ ફીસ્કલ ડેફીસીટ પૂરવા આરબીઆઈ જીડીપી મૂલ્ય સમાન જ રૂપિયા છાપી શકે!!
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, બજારમાં રૂપિયાનું સર્ક્યુલેશન ક્યારેય દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપીના મૂલ્યથી વધુ હોવું જોઈએ નહીં. જો આમ બને તો જેટલું ઉત્પાદન જેટલું કામ દેશમાં થાય છે એના કરતાં વધુ પૈસા છે મતલબ કે ફુગાવાનો દર વધે છે. ચીજ-વસ્તુઓની ખરીદી માટે અનેક ગણા પૈસા વધુ ચૂકવવા પડે છે. પાડોશી દેશ નેપાળ ઉપરાંત બ્રાઝિલ અને રશિયામાં પણ અગાઉ એવી સ્થિતિ સર્જાઈ હતી કે એક બ્રેડના પેકેટની ખરીદી માટે રૂપિયા ભરેલી થેલી આપવી પડતી. આવી સ્થિતિ ભારતમાં ન ઉભી થાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયાની કિંમત ન ઘટે તે માટે સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે.
હાલ કોરોના મહામારીને કારણે સરકારની તિજોરી પર પણ ભાર ઉભો થયો છે. ત્યારે આ રાજકોષીય ખાધને પુરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નોટો છાપવામાં આવે તેવી વિચારણા હતી. પરંતુ આ અંગે તાજેતરમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક ફાઈનાન્સ એન્ડ પોલીસીના ડાયરેક્ટર તેમજ અર્થશાસ્ત્રી પીનાકી ચક્રવર્તીએ જણાવ્યું કે આરબીઆઇએ રાજકોષીય ખાધ પુરવા ક્યારે નોટો વધુ છાપવાનો નિર્ણય લઈ શકે નહીં. આમ કરવું અર્થતંત્રને ડામાડોળ સ્થિતિમાં મૂકી શકે છે.