- સિકરપુરમાં LCB પોલીસે ગેરકાયદે હથિયાર રાખનાર ત્રણ શખ્સોને ઝડપ્યા
- શબ્બીર કેશર નારેજા, સુલતાન ગુલામ સમા અને હબીબ રમજાન ત્રાયાની ધરપકડ
- LCBએ ત્રણ શખ્સો પાસેથી બે દેશી બંદૂક સહિત 40 હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત
ભચાઉના સિકરપુરમાં પોલીસે ગેરકાયદે હથિયાર રાખનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. LCBના પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમાની આગેવાનીમાં ટીમને બાતમી મળી હતી કે, શબ્બીર કેશર નારેજા અને અન્ય બે શખ્સો માનસરોવર મેદાન ખાતે ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે હાજર છે.
બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર પહોંચી તપાસ કરતા ત્રણેય આરોપીઓ મળી આવ્યાં હતા. તેમની પાસેથી વગર પરવાનગીએ રાખેલી બે દેશી બનાવટની બંદૂક મળી આવી હતી. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેઓ પાસે હથિયારના કોઈ પાસ પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું.
પકડાયેલા આરોપીઓમાં ભચાઉના હિંમતપુરા વિસ્તારના 32 વર્ષીય શબ્બીર કેશર નારેજા, શિકારપુર કોલીવાસના 20 વર્ષીય સુલતાન ગુલામ સમા અને 23 વર્ષીય હબીબ રમજાન ત્રાયાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 40 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં બે દેશી બનાવટની બંદૂક (કિંમત રૂ. 10 હજાર) અને એક વાહન (કિંમત રૂ. 30 હજાર)નો સમાવેશ થાય છે.
LCB એ આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને આગળની તપાસ માટે ભચાઉ પોલીસ સ્ટેશન હવાલે કર્યા છે. ઉલ્લેખનીય છે કે, શબ્બીર કેશર નારેજા સામે આ પહેલા મારામારી સહિતના ગુના પોલીસ ખાતે નોંધાયાં છે
અહેવાલ : ગની કુંભાર