ચીનમાં ફસાયેલા કોરોના વાયરસના કારણે ઉભી થયેલી વિવિધ દવાની ભારે માંગના કારણે અનેક ભારતીય દવા કંપનીઓએ મોટા પ્રમાણમાં નિકાસ કરતા દેશમાં અનેક દવાઓના ભાવોમાં ઉછાળો આવ્યો હતો
ચીનમાં કોરોના વાયરસને પગલે વિશ્વભરમાં હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થયેલી છે. જેથી સોમવારે ભારતે ચીનમાં નિકાસ કરવામં આવત તબીબી સાધન સામગ્રીની દેશમાં ઉભી થયેલી અછતના પગલે નિકાસ પર કેટલાક પ્રતિબંધોને વધુ કડક બનાવ્યા છે. દેશમાં તબીબી સાધનોની વ્યવસ્થાની ઉપલબ્ધી અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા મુજબ ભારતે નિર્ણય લીધો છે.
ચીનની ભારતે સાધનિક સહાયના પ્રતિબંધ અંગે મચાવેલી કાગારોળ અંગે સ્પષ્ટતામાં વિદેશી બાબતોનાં મંત્રાલયના પ્રવકતાએ ગૃહમાં આઅંગે નિવેદન આપ્યું હતુ કે દેશમાં ઉભી થટેલી અછતના પગલે નિકાસ ઉપર કેટલાક નિયંત્રણો વધાર્યા છે.
ભારતે એમ પણ જણાવ્યું હતુ કે દેશમાં સંતુલીત વ્યવસ્થા માટે આ પ્રતિબંધ લગાવ્યા છે. ચીનના રાજદ્વારી પ્રવકતાએ જણાવ્યું હતુ કે ચીનને અત્યારે સાધનિક સહાયની જરૂરીયાત છે. અને બંને દેશો વચ્ચે વેપારની અરસપરસની જરૂરીયાતો ટુંક સમયમાં જ રાબેતા મુજબ બની જશે.ત્યારે ચીનજે વસ્તુની જરૂર છે તે મળવી જોઈએ. તેમણે જણાવ્યું હતુ કે કોરાના વાયરસના પગલે વેપાર અને પ્રવાસના પ્રતિબંધનો વિરોધ કર્યો છે. તે આદેશ તમામ પક્ષકારોએ માનવો જોઈએ.અન્ય દેશોની જેમ ભારત પણ લાખોની વસ્તીના સ્વાસ્થ્યની જવાબદારી ધરાવનાર દેશ છે. અને તેના માટે પણ કારોના વાયરસની મહામારી ન પ્રસરે તેની તાકીદ રાખવી આવશ્યક છે. અત્યારે યોગ્ય વ્યવસ્થાના અભાવે આ મારામારી વૈશ્ર્વિક જોખમ તરીકે સામે આવી છે. જોકે ચીનની જરૂરીયાતને ધ્યાને લઈને ભારત કેટલીક પ્રતિબંધીત વસ્તુઓની પણ એકવખતની નિકાસ સ્વીકારી છે.અને ચીનના સતાવાળાઓને આ વિમાનમાં ચીનમાં રહતે ભારતીયોને અન્ય પાડોશી દેશના નાગરીકોને આ વિમાનમાં પરત મોકલવાને પ્રસ્તાવ પણ કર્યો છે. અમને આશા છે. કે આ પ્રસ્તાવને ચીન સકારાત્મક વલણ અપનાવશે.
ભારતમાં અત્યારે મોટેભાગની ચીનની વિમાન સેવાઓ બંધ કરી દેવામા આવી છે. અને ચીનના નાગરીકોને જારી કરવામાં આવતા ઈ.વિઝા અને સામાન્ય વિઝાઓ સ્થગિત કરી દીધા છે.ભારત કારોના વાયરસની મહામારીની પરિસ્થિતિ ગંભીર બને તે પહેલા જ ૪૦ ભારતીયોને વુહાનમાંથી સલામત સ્થળ સ્વદેશ મોકલી દેવાયા હતા હજુ ૧૦૦ જેટલા ભારતીયો સંભવિત રીતે વુઆનમાં હોવાનું અંદાજ છે.
ભારતે દેશની વર્તમાન આરોગ્ય પરિસ્થિતિ અને જરૂરીયાતને લઈને ચીનમાં તબી સાધનોની નિકાસ સામે કેટલાક પ્રતિબંધો વધુ ભારે કર્યા છે. ઘરના ઘંટી ચાટે અને પાડોશીઓને લોટ ન દેવાય તેમ ભારતે દેશની આરોગ્ય સાધનિક અછતને પગલે ચીનની નિકાસ પર કેટલાક પ્રતિબંધ વધુ ભારે કર્યા છે.
જો કે, ભારતે માનવતાના ધોરણે ચીનમાં મોટાપ્રમાણમાં તબીબી સહાય મોકલી છે
જોકેચીનની જરૂરીયાતને ધ્યાને લઈને ભારતે કેટલીક પ્રતિબંધિત વસ્તુઓની પણ એક વખતની નિકાસ છૂટ સ્વીકારી છે. રવિશકુમારે વધુમાં જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ જીંદપીંગને આ મહિને જ કોઈપણ પ્રકારની સાધન સહાય માટેના પ્રસ્તાવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે ભારતે એક આખુ યુધ્ધ જહાજ ભરીને તબીબી સહાય ચીન મોકલવા માટે તૈયારી કરી છે. અને આ અંગે ચીનના સતાવાળાઓ તેમના દેશમાં વિમાન મોકલવાની મંજુરી આપશે માનવતાના ધોરણે અને ભારતીય નાગરિકોની સહાનુભૂતીના પ્રતિકરૂપે ચીનમાં ખાસ વિમાન મોકલવામા આવશે.