વીજળીની વધતી જતી માંગને ધ્યાને લઇ સરકારનો નિર્ણય: કોલ ઇન્ડિયાને પૂરતો સ્ટોક જાળવવા કોલસો આયાત કરવાના નિર્દેશ અપાયા
સરકારે સાર્વજનિક ક્ષેત્રની કંપની કોલ ઈન્ડિયા લિમિટેડને કોલસાની આયાત કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સરકારે પાવર કંપનીઓને આગામી 13 મહિના સુધી 12 મિલિયન ટન એટલે કે 1.20 કરોડ ટન કોલસાની આયાત કરવા માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યની વીજ કંપનીઓ અને સ્વતંત્ર વીજ ઉત્પાદકોએ શનિવાર બપોર સુધીનો સમય માંગ્યો છે કે તેઓને કેટલા કોલસાની જરૂર છે, એમ એક સૂત્રએ જણાવ્યું હતું. આ પછી કોલ ઈન્ડિયા દ્વારા કોલસાની આયાતના ઓર્ડર આપવામાં આવશે.
2015 પછી આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ મહારત્ન કંપની સુકા ઈંધણની આયાત કરશે. ભારત સરકારે કોલ ઈન્ડિયાને આ વર્ષના જુલાઈથી જુલાઈ 2023 સુધીમાં 12 મિલિયન ટન કોલસાની આયાત કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે, એમ સૂત્રએ જણાવ્યું હતું. જો કે, આ સંદર્ભે કંપનીને મોકલવામાં આવેલ પ્રશ્નનો તાત્કાલિક કોઈ જવાબ મળ્યો ન હતો.
ઉદ્યોગના નિષ્ણાતોના મતે, અશ્મિભૂત ઇંધણની અછતને કારણે એપ્રિલમાં વીજ આઉટેજનું પુનરાવર્તન ટાળવા માટે સરકાર કોલસાના સ્ટોકને જાળવી રાખવાના તમામ પ્રયાસો કરી રહી છે. 18 મેના રોજ, ઉર્જા મંત્રાલયે ચેતવણી આપી હતી કે જો 31 મે, 2022 સુધીમાં કોલસાની આયાતના ઓર્ડર આપવામાં નહીં આવે અને આયાતી ઇંધણ 15 જૂન સુધીમાં પાવર પ્લાન્ટ્સ પર આવવાનું શરૂ નહીં થાય, તો ડિફોલ્ટર જેન્કોસે તેમનો 15 ટકાનો ઘટાડો ચૂકવવો પડશે.
એપ્રિલમાં કોલસાની અછતને કારણે દેશના ઘણા ભાગોમાં વીજળી ડૂલ થઈ હતી. તેમણે કહ્યું હતું કે દેશમાં કુલ વીજ પુરવઠો વધારવા માટે પહેલાથી જ ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. દેશમાં ગેસ આધારિત વીજ ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થયો છે, જેનાથી સંકટમાં વધારો થયો છે. કોલસા સચિવ એ.કે જૈને પાવર પ્લાન્ટમાં કોલસાના ઓછા સ્ટોકને અર્થતંત્રમાં તેજી, કોવિડ-19, ઉનાળાનું વહેલું આગમન, ગેસના ભાવ જેવા અનેક પરિબળોને કારણભૂત ગણાવ્યા હતા. આના મુખ્ય કારણો વીજળી ઉત્પાદનમાં વધારો અને આયાતી કોલસો અને કોસ્ટલ થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા વીજ ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.