એફપીએઆઈ દ્વારા મહિલા દિવસની ઉજવણી

અન્યાય સહન કરવો એ પણ એક પ્રકારનો ગુનો છે તેમ એફપીઓઆઈ દ્વારા મહિલા દિવસની ઉજવણીએ યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું. તા. ૬-૩ના રોજ ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા આંગણવાડી કેન્દ્ર નવલનગર -૮ ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત કાર્યક્રમનું યુવા મહિલાઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવલનગરની ૩૭ યુવા મહિલાઓ ભાગીદારી નોંધાવીને આ કાર્યક્રમનો લાભ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મંચ પર ઉપસ્થિત સર્વ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતોા ફેમીલી પ્લાનીગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચના ઓર્ડિનરી મેમ્બર તથા માં આનંદમયી ક્ધયા  વિદ્યાલયના પ્રિન્સીપાલ લીનાબેન ત્રિવેદી એ સ્ત્રી સશક્તિકરણ વિષે વાત કરી હતી તેમજ ઘરેલું હિંસાના સંદર્ભે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, તથા મહિલાઓ એ પણ પોતાનું ગૌરવ કરવું જોઈએ.ફેમીલી પ્લાનીગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચના ઓર્ડિનરી મેમ્બર તથા જિલ્લા ક્ષય નિયંત્રણ યુનિટના સિનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર  નયનાબેન ટીલાળાએ સ્ત્રીઓએ પોતાની કાળજી લેવી જોઈએ, નાની સમસ્યાઓ જ મોટું સ્વરૂપ ધારણ કરે છે કોઈપણ સમસ્યાને શરૂઆતથીજ નિવારણ કરવું જોઈએ તેમજ દીકરીની જાત પ્રત્યે સમાજના જે ભેદભાવ છે તે બાબતે પણ માહિતગાર કર્યા હતા.

6 banna for site

ફેમીલી પ્લાનીગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ મેનેજર જશુભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે સૌથી વધારે શક્તિ સ્ત્રીઓમાં છે સ્ત્રી સહનશીલતાની મૂર્તિ છે તેમજ સ્ત્રી આજ સુધી સ્વાર્થી ના બની એટલે સ્ત્રીનું સ્તર હંમેશા નીચું રહ્યું છે.  આ ઉપરાંત સમાજના વિકાસની  મુલવણીના અનેક માપદંડો હોઇ શકે તેમાં સ્ત્રીનું સ્થાન, તેનો દરરજો તેને મળતી વિકાસની તકો, આ મહત્વનો માપદંડ છે સ્ત્રી એટલે અર્ધી માનવજાત , સંખ્યાત્મક દ્રષ્ટીએ પણ કોઈપણ સમાજમાં નારીની ઉપેક્ષા કરી શકાય નહી દરેક પ્રકારના સબંધના તાણાવાણામાં નારી ગૂંથાયેલી છે તેથી કોઈપણ સમાજમાં વિકાસની મુલવણી કરીએ ત્યારે તે સમાજમાં સ્ત્રીનું સ્થાન કેવું છે તે જાણવું ખુબ જરૂરી છે.કાર્યક્રમને સફળ બનાવવા માટે એફ પી એ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ લેડી હેલ્થ વિજીટર શિલ્પાબેન નિમાવત, એ એન એમ સોનલબેન દેવાચાર્ય કાઉન્સેલર કમ પ્રોગ્રામ ઓફિસર મહેશભાઈ રાઠોડ, યુથ ફોરમ મેમ્બર રોનાક્ભાઈ ધ્રુવ તેમજ લિંક પર્સન જયશ્રીબેન, હંસાબેન વગેરે એ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.