એક મહિનામાં તમામ મંડળોની રચના કરી દેવા સમિતિને સોંપાઇ જવાબદારી
મજબૂત સંગઠન વિના ક્યારેય ચૂંટણી જીતી શકાતી નથી. આ વાત ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસના મગજમાં આવી હોય તેવું લાગી રહ્યુ છે, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પૂર્વ કોંગ્રેસે તાલૂકા કક્ષા સુધીનું સંગઠન માળખુ રચવાનું મન બનાવી લીધુ છે. સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા દ્વારા સાત સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી છે. જેને આગામી એક સપ્તાહમાં મંડલના કાર્યક્ષેત્ર અંગેનો અહેવાલ તૈયારનો અને એક મહિનામાં મંડળ સમિતિની રચના કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
તાજેતરમાં રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની નવ સંકલ્પ શિબિર યોજાઇ હતી. જેમાં ગુજરાતમાં સંગઠનનો વ્યાપ મંડલ સુધી વિસ્તારવા માટેનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. જેના અનુસંધાને ગુજરાતના કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્માએ સપ્ત સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સહપ્રભારી રામ કિશન ઓઝા, પી.એમ.સંદીપ, વિરેન્દ્રસિંહ રાઠોડ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાના પૂર્વ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ કુલદિપ શર્મા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કો-ઓર્ડિનેશન કમિટીના સભ્ય ઇન્દ્રવિજયસિંહ ગોહિલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સાત સભ્યોની કમિટી એક સપ્તાહમાં મંડળના કાર્યક્ષેત્ર અંગેનો અહેવાલ તૈયાર કરવાનો રહેશે અને એક મહિનામાં મંડલ સમિતિની રચના કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજકીય પક્ષની સફળતાનો મુખ્ય આધાર તેની સંગઠન શક્તિને આભારી હોય છે. રાજ્યમાં છેલ્લા અઢી દાયકાથી પણ વધુ સમયથી સત્તા વિહોણી કોંગ્રેસે આજ સુધી ક્યારેય સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂક્યો નથી. દરમિયાન કોંગ્રેસ સતત તૂટી રહી છે ત્યારે પક્ષને તૂટતો બચાવવા માટે સંગઠનને મજબૂત કરવા સિવાય પક્ષ પાસે કોઇ વિકલ્પ રહ્યો નથી. માત્રને માત્ર સંગઠનને મજબૂત બનાવવાથી પક્ષનું અસ્તિત્વ ટકાવી શકાય તેમ છે.
ઉદયપુરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં એક જ સૂર ઉઠ્યો હતો કે, સંગઠ
નને વધુને વધુ મજબૂત બનાવવામાં આવે જેની અમલવારી ઝડપથી થાય તે માટે પ્રદેશ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી ડો.રઘુ શર્મા દ્વારા સાત સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા બાકી રહેતા જિલ્લા અને મહાનગરો ઉપરાંત તાલુકાના સંગઠન માળખા જાહેર કરી દેવાશે.
દક્ષિણ ગુજરાતના આગેવાનો સાથે બેઠક યોજતા જગદીશ ઠાકોર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે આજે બારડોલી ખાતે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના અગ્રણીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની પરંપરાગત વોટ બેન્ક વધુ મજબૂત કરવા મેદાને પડી છે. તાજેતરમાં પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધવામાં આવી હતી. હવે આદિવાસી પક્ષમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટે પક્ષ ગંભીર બન્યો છે. આજે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર બારડોલી ખાતે આદિવાસી સમાજના નેતાઓને મળી સંગઠનને વધુ મજબૂત બનાવવા સહિતના વિવિધ મુદ્ાઓ પર ચર્ચા કરશે.