9 દરખાસ્તોને મંજૂરી આપી: સુખોઈ ફાઇટર જેટ, અદ્યતન રડારની સાથે જહાજોની ખરીદી કરશે સરકાર

સરકારે 15 સપ્ટેમ્બરે ભારતના સંરક્ષણ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે 9 દરખાસ્તોને મંજૂરી આપી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે કુલ રૂ. 45,000 કરોડની નવ દરખાસ્તોને મંજૂરી આપી હતી. સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 12 સુખોઈ 30એમકેઆઈ  એરક્રાફ્ટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેઓ ભારતમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં એરક્રાફ્ટ અને તેની સાથે સંકળાયેલ ગ્રાઉન્ડ સિસ્ટમ્સનું ઉત્પાદન સામેલ હશે. સુ-30એમકેઆઈમાં 60 ટકાથી વધુ સાધનો સ્વદેશી હશે. આ ભારતીય વાયુસેનાનું સૌથી આધુનિક શુ-30 એમકેઆઈ એરક્રાફ્ટ હશે. સંરક્ષણ અધિકારીઓનું કહેવું છે કે આમાં ઘણા મેડ ઇન ઇન્ડિયા હથિયારો પણ જોવા મળશે.

ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે રૂ. 45,000 કરોડની લગભગ નવ મૂડી સંપાદન દરખાસ્તો માટે મંજૂરી આપી છે. આ બેઠક 15 સપ્ટેમ્બર, 2023ના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ તમામ ડીલ્સ ભારતીય વિક્રેતાઓ પાસેથી ખરીદવામાં આવશે. આ પગલું ’આત્મનિર્ભર ભારત’ના ધ્યેયને હાંસલ કરવામાં મદદરૂપ થશે. એલએએમવી અને આઇસેટ-એસની ખરીદી માટે સર્વેલન્સ માટે મંજૂર કર્યું. વધુમાં, ડીએસીએ આર્ટિલરી બંદૂકો અને રડારની જમાવટ માટે હાઇ મોબિલિટી વ્હીકલ ,ગન ટોઇંગ વાહનોની પ્રાપ્તિ માટે મંજૂરી આપી હતી. ભારતીય નૌકાદળ માટે નેક્સ્ટ જનરેશન સર્વે જહાજોની પ્રાપ્તિને પણ મંજૂરી આપી છે, જે હાઇડ્રોગ્રાફિક કામગીરી હાથ ધરવા તેની ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે.

સંરક્ષણ સાધનો બનાવવા માટે 60 થી 65 ટકા સ્વેદેશી વસ્તુઓનો ઉપયોગ કરાશે : રાજનાથ સિંહ

ડીએસીએ ભારતીય વાયુસેનાના પ્રસ્તાવોને પણ મંજૂરી આપી હતી. આમાં ડોર્નિયર એરક્રાફ્ટના એવિઓનિક અપગ્રેડેશનનો સમાવેશ થાય છે. સ્વદેશી બનાવટના એમકે-5 હેલિકોપ્ટરને શક્તિશાળી સ્વદેશી હથિયાર તરીકે ધ્રુવસ્ત્ર શોર્ટ રેન્જ એર-ટુ-સરફેસ મિસાઇલ પણ મળશે. બેઠક દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે હવે સ્વદેશીકરણ તરફ કામ કરવાનો સમય આવી ગયો છે. આઈડિડીએમ  પ્રોજેક્ટ્સ માટે 50 ટકા સ્વદેશી સામગ્રીની મર્યાદાને બદલે, અમારે ઓછામાં ઓછા 60-65 ટકા સ્વદેશી સામગ્રીનું લક્ષ્ય રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.