નવા જળ સંશોધનની રચના કરવી ખુબ જ અનિવાર્ય: સ્ટાર્ટઅપ તથા ટુરીઝમ ક્ષેત્રથી દેશનો થશે વિકાસ

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૯-૨૦નાં બજેટ પૂર્વે અનેકવિધ ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરી અનેકવિધ  ક્ષેત્રે કામગીરી કરવાનો નિર્ધાર કર્યો છે. તેઓએ પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, કૃષિ રોકાણ અને નિકાસ ક્ષેત્રે સરકાર સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નરેન્દ્ર મોદીએ જણાવતાં કહયું હતું કે, તેમની સરકાર દ્વારા અનેકવિધ મોટા નિર્ણયો લીધા છે જેમાં ખેડુત, વેપારી અને યુવાવર્ગને સૌથી વધુ લાભ થશે. આ તકે દેશનાં વડાપ્રધાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, ખેતી આપણા અર્થતંત્રની મહત્વની કડી છે પરંતુ કૃષિનાં નકકર વિકાસ માટે દેશની જુની પ્રણાલી કે જે ખેતીમાટે ઉપયોગ લેવામાં આવતી હતી તેને હવે તિલાંજલી આપવી પડશે. ખેતીનાં વિકાસની સાથોસાથ સુક્ષ્મ સિંચાઈ જેવી નાનામાં નાની વાતોને પણ અપનાવવી પડશે. જેના માટે તેની પડતર કિંમતને ઘટાડવી પણ એટલી જ જરૂરી છે. દેશે તેમનાં ખેડુતોનો હાથ પકડવો પડશે જેના માટે સરકાર અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓને અમલમાં લાવવા માટે તમામ પ્રયત્નો હાથ ધરશે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ખેતીક્ષેત્રે કોર્પોરેટ જગત શું કામ રોકાણ કરતું નથી. ખેતીમાં ઉધોગકારો દ્વારા રોકાણ કરવામાં આવે તેમનાં માટે ખાસ નિતીઓ પણ બનાવવામાં આવી જોઈએ જેથી ખેતી આધુનિક બને અને ઔધોગિક ઉત્પાદનમાં વધારો પણ થઈ શકે. ખેતીનાં વિકાસ માટે ફુડ પ્રોસેસીંગ વેર હાઉસ, કોલ્ડ સ્ટોરેજ માટે કોર્પોરેટ રોકાણકારોની આવશ્યકતા છે. વડાપ્રધાન મોદીએ સરકારની ઉત્પાદન યોજનાઓ અંગે પણ માહિતી આપતા જણાવ્યું હતું કે, મેક ઈન ઈન્ડિયાનાં વિચારથી દેશમાં ઘણી ખુશી છવાઈ હતી. ભારત દેશની ૨૫૦ વર્ષનાં હથિયારો બનાવવાનો અનુભવ છે તેમ છતાં તેનો કોઈ જ નકકર ઉપયોગ થઈ શકયો નથી. ભારત દેશની આઝાદી મળ્યા બાદ ભારતમાં શસ્ત્રનાં ૧૮ કારખાનાઓ હતા જયારે ચીનમાં એક પણ કારખાનું કે અનુભવ નહોતો તેમ છતાં આજે ચીન સમગ્ર વિશ્વમાં હથિયાર અને દારૂગોળાનું નિકાસ કરી રહ્યું છે. આપણે વિશ્વનાં સૌથી મોટા આયાતકાર બની ગયા છીએ ત્યારે આ સ્થિતિમાંથી દેશને બહાર કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવા અનિવાર્ય છે.

દેશને નિકાસમાં આગળ વધારવા મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ અને ટુરીઝમનાં આધારે દેશ કેવી રીતે વિકાસ કરશે તે જોવાનું રહયું. વડાપ્રધાન મોદીએ એક નવું સુત્ર આપતા જણાવ્યું હતું કે,  ખેડુત, સૈનિક, વિજ્ઞાનનાં આધારે દેશનાં અર્થતંત્રને કઈ રીતે વેગ મળી શકે તે માટે અંદાજીત ૫ ટ્રીલીયન ડોલરનું વિશાળ કદ આપવા જણાવ્યું છે. દેશની આંતર માળખાકિય સુવિધાઓ વધી રહી છે જેના માટે સરકારે ૧૬ લાખ કરોડનું રોકાણ પણ ઓછુ માનવામાં આવી રહ્યું છે પરંતુ આપણે એટલે કે દેશે એ દિશા તરફ આગળ વધવાનું છે જયાંથી દેશની કૌશલ્ય અને તેની ક્ષમતામાં વધારો થાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.